શોધખોળ કરો
Advertisement
જાણો એક એપિસોડ માટે કેટલી રકમ લે છે કોમેડિયન કપિલ શર્મા, કરોડોમાં છે વાર્ષિક આવક
શું આપને ખબર છે કે, આપને હસાવવા માટે આ કોમેડિયન કેટલી ફી લે છે. કોમેડિયન કપિલ શર્મા કરોડોની સંપત્તિના માલિક છે. કપિલ શર્માં બેસ્ટ કોમેડિયન છે. તેમનું કોમેડિયનમાં નામ ટોપ પર છે. જો કે તે શોમાં કામ કરવા ફી પણ તગડી જ લે છે. તો ચાલો જાણીએ તે એક એપિસોડ માટે કેટલી ફી લે છે.
કોમેડિયન કપિલ શર્માં દેશના સૌથી વધુ હસાવનાર કોમેડિયનની યાદીમાં ટોપ પર છે. તેમના શોની ટીઆરપી પણ ટોપ પર હોય છે. આ કોમેડિયન એટલા પોપ્યુલર છે કે, તે જ્યાં પણ જાય છે, ફેન્સ તેનો પીછો કરે છે. કોમેડિયન કપિલ શર્મા સૌથી મોંઘા કલાકાર છે. તે શોમાં આપને હસાવવા માટે લાખોમાં ફી લે છે.
દર મહિને 3 કરોડની કમાણી
કપિલ શર્મા તેના શોની શૂટિંગ માટે દરેક અપિસોડના 70થી 80 લાખ લે છે. શો સિવાય કપિલ શર્મા પોતાનું પ્રોડક્શન હાઉસ પણ ચલાવે છે. ઘણા એન્ડોર્સમેન્ટ પણ તેમની પાસે છે. આ સિવાય તે એડ ફિલ્મો દ્રારા પણ કમાણી કરે છે. આ રીતે તે દર મહિને 3 કરોડ જેટલી રકમ કમાઇ છે.
35 કરોડ છે વાર્ષિક કમાણી
કપિલ શર્માની એન્યુઅલ ઇન્કમ 35-36 કરોડ છે. ફોર્બ્સ મેગેઝિનમાં જુલાઇ 2020માં સેલેબ્સની કમાણીની યાદી જાહેર કરી હતી. જેમાં જણાવ્યું હતું, કે, કપિલ શર્માની વાર્ષિક ઇન્કમ 35 કરોડની આસપાસ છે.
કુલ સંપત્તિ 261 કરોડ
કપિલ શર્માની કુલ સંપત્તિ 261 કરોડ જેટલી છે. કપિલ મોંધી કાર અને બાઇકના શોખીન છે. તેમાં પાસે Mercedes-Benz S-Class છે. જેની કિંમત 80 લાખ છે તો Mercedes-Benz C-Class પણ છે. જેની કિંમત 50 લાખ છે. કપિલ બાઇકના પણ શોખીન છે. તેમની પાસે 15 લાખની Hayabusa અને 30 લાખની Kawasaki Ninja H2R બાઇક છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
લાઇફસ્ટાઇલ
ક્રિકેટ
Advertisement