શોધખોળ કરો
Advertisement
તેલુગુ ફિલ્મોની સુપરસ્ટાર એક્ટ્રેસ કોંગ્રેસ છોડીને જોડાશે ભાજપમાં, જાણો ક્યા ક્યા પક્ષમાં રહી ચૂકી છે ?
કોંગ્રેસ દ્વારા કરવામાં આવતા વ્યવહારથી તે ખુશ નથી. તે ટૂંકમાં જ દિલ્હી જઈને અમિત શાહ જેવા વરિષ્ઠ નેતાઓની હાજરીમાં ભાજપમાં જોડાઈ શકે છે.
હૈદ્રાબાદઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ફિલ્મ એક્ટ્રેસ વિજયાશાંતિ ટૂંકમાં જ ભાજપમાં જોડાઈ શકે છે. તેમના નજીકના સૂત્રોએ આ જાણકારી આપી છે. પૂર્વ સાંસદે વિતેલા કેટલાક મહિનાથી રાજ્યમાં કોંગ્રેસની ગતિવિધોઓ અને કાર્યક્રમોથી અંતર રાખ્યું છે. જો વિજયાશાંતિ ભાજપમાં જોડાય તો તે દક્ષિણ ભારતમાં ભાજપમાં જોડાનારી બીજી જાણીતી એક્ટ્રેસ હશે. આ પહેલા તમિલનાડુમાં એક્ટ્રેસ ખુશબુ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ગઈ હતી.
વિજયાશાંતિનું ભાજપમાં જોડાવવું એક રીતે ઘર વાપસી તરીકે જોવાશે અને તેનાથી ભાજપને ફાયદો થશે. કારણ કે વિજયાશાંતિએ પોતાની રાજનીતિક કારકિર્દીની શરૂઆત ભાજપથી કરી હતી અને બાદમાં ટીઆરએસમાં જોડાઈ હતી. ત્યાર બાદ તે તેલંગાણા રાજ્યની રચના પહેલા 2014માં કોંગ્રેસમાં આવી ગઈ હતી.
સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર કોંગ્રેસ દ્વારા કરવામાં આવતા વ્યવહારથી તે ખુશ નથી. તે ટૂંકમાં જ દિલ્હી જઈને અમિત શાહ જેવા વરિષ્ઠ નેતાઓની હાજરીમાં ભાજપમાં જોડાઈ શકે છે. એચએમસી ચૂંટમી પ્રચાર દરમિયાન પત્રકારો સાથે વાતચીત કરતાં ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડીકે અરૂણાએ કહ્યું કે, વિજયાશાંતિ ટૂંકમાં જ ભાજપમાં જોડાશે અને અન્ય નેતાઓ પણ ભાજપમાં જોડાવવા માટે લાઈનમાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement