શોધખોળ કરો
Advertisement
‘ધ કપિલ શર્મા શો’માં અર્ચનાનું સેટ પર સ્વાગત કરતો જોવા મળ્યો કપિલ શર્મા
મુંબઈ: ‘ધ કપિલ શર્મા શો’માંથી નવજોત સિંહ સિદ્ધુને બહાર કરાયા બાદ હવે સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે. સોની ટીવીએ પોતાના ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં નવજોત સિંહ સિદ્ધુની જગ્યાએ અર્ચના પુરણ સિંહ સેટ પર જોવા મળી રહી છે. કપિલ શર્મા શોના સેટ પર તેનું સ્વાગત કરતો જોવા મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે પુલવામામાં હુમલા પર નિવેદન આપતા પાકિસ્તાનની તરફેણ કરવા માટે સોની ટીવીએ સિદ્ધુને શોમાંથી બહાર કર્યો છે. આ પહેલા રિપોર્ટ્સ સામે આવ્યા હતા કે અર્ચના માત્ર થોડા દિવસો માટે શોમાં ગેસ્ટ હશે. એવું એટલે કહેવામાં આવી રહ્યું હતું કે નવજોત સિંહ સિદ્ધુ આ દરમિયાન વ્યસ્ત છે. પરંતુ હવે ચેનલે ટ્વિટ કરતા આ તમામ અટકળો પર વિરામ લાગી ગયું છે. વાંચો: આતંકી હુમલા પર બોલવું ભારે પડ્યું નવજોત સિંહ સિદ્ધૂને, The Kapil Sharma Showમાંથી થઈ હકાલપટ્ટી ધ કપિલ શર્મા શોમાં નવજોત સિંહ સિદ્ધુની જગ્યાએ હવે અર્ચના પુરણ સિંહ જજ તરીકે જોવા મળશે. ઉલ્લેખીય છે કે આ બીજી વખત છે કે અર્ચનાને સિદ્ધની જગ્યાએ રિપ્લેસ કરવામાં આવી રહી છે.We welcome Archana Puran Singh on #TheKapilSharmaShow, next Sunday! @apshaha @KapilSharmaK9 @kikusharda @Krushna_KAS @bharti_lalli @sumona24 @RochelleMRao @trulyedward @haanjichandan @Banijayasia pic.twitter.com/NWFDxp9VcT
— Sony TV (@SonyTV) February 17, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ખેતીવાડી
દુનિયા
દેશ
ટેકનોલોજી
Advertisement
gujarati.abplive.com
Opinion