શોધખોળ કરો
Advertisement
લોકડાઉન બાદ ફરી શરૂ થશે 'ધ કપિલ શર્મા શો'નું શૂટિંગ, સોનૂ સૂદ હશે પ્રથમ ગેસ્ટ
કોવિડ-19 અને લોકડાઉન શરૂ થયા બાદ હજારો પ્રવાસી મજૂરોને તેમના ગૃહ રાજ્ય પહોંચાડવાને લઈ સોનૂ સૂદ ચર્ચામાં રહ્યા હતા.
મુંબઈ: કોરોના વાયરસની મહામારીના કારણે દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. અનલોક દરમિયાન દેશના ઘણા રાજ્યોમાં છૂટ આપવામાં આવી રહી છે. મુંબઈમાં ફિલ્મો અને સિરીયલના શૂટિંગની શરૂઆત થઈ ગઈ છે. એવામાં ધ કપિલ શર્મા શોના પ્રશંસકો માટે સારા સમાચાર આવ્યા છે.
ચર્ચા છે કે લોકડાઉન બાદ શરૂ થઈ રહેલા ધ કપિલ શર્મા શોના પ્રથમ મહેમાન સોનૂ સૂદ હશે. કોવિડ-19 અને લોકડાઉન શરૂ થયા બાદ હજારો પ્રવાસી મજૂરોને તેમના ગૃહ રાજ્ય પહોંચાડવાને લઈ સોનૂ સૂદ ચર્ચામાં રહ્યા હતા.
ટીવી શોના મુંબઈ સેટ પર સાવધાનિઓ સાથે શૂટિંગ ફરી શરૂ કરવામાં આવ્યું છે. કપિલ શર્મા અને તેની ટીમ શૂટિંગ માટે મહેનત કરી રહ્યા છે.
મુંબઈ મિરરની એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કપિલ શર્મા અને તેમની ટીમે જૂલાઈના મધ્ય સુધીમાં શૂટિંગ ફરી શરૂ કરવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ધ કપિલ શર્મા શો ટીમ- કપિલ શર્મા, કૃષ્ણા અભિષેક, ભારતી સિંહ, ચંદન પ્રભાકર અને કીકૂ શારદા વર્ચ્યુઅલ કૉન્ફરન્સના માધ્યમથી રિહર્સલ કરી રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દુનિયા
દેશ
Advertisement