શોધખોળ કરો
Advertisement
બોલિવૂડની આ જાણીતી એક્ટ્રેસને ડરાવી-ધમકાવીને પડાવ્યાં લાખો રૂપિયા, 3 આરોપીની ધરપકડ
ઇશા ઓસ્ટ્રેલિયામાં એક ડાન્સ એકેડેમી ચલાવે છે. તાજેતરમાં જ તેને ઓસ્ટ્રેલિયાના અનેક નંબરો પરથી ફોન આવી રહ્યાં હતા.
નવી દિલ્હીઃ બોલિવૂડની જાણીતી એક્ટ્રેસ ઈશા શરવાનીની સાથે લાખોની છેતરપિંડીનો કેસ સામે આવ્યો છે. ફરિયાદ મળ્યા બાદ કાર્રવાઈ કરતાં સાઈબર ક્રાઈમ યૂનિટે છેતરપિંડીના આ મામલે ત્રણ લોકોની ધરપકડ કરી છે.
ઇશા ઓસ્ટ્રેલિયામાં એક ડાન્સ એકેડેમી ચલાવે છે. તાજેતરમાં જ તેને ઓસ્ટ્રેલિયાના અનેક નંબરો પરથી ફોન આવી રહ્યાં હતા. ફોન કરનાર શખ્સે પોતાને ઓસ્ટ્રેલિયાનો ટેક્સ અધિકારી ગણાવ્યો. બાદમાં ટેક્સની ચુકવણીના નામે નકલી અધિકારીઓએ ઇશા પાસે દિલ્હીના રિયા ટ્રાન્સફર અને વેસ્ટર્ન યુનિયન મની ટ્રાન્સફર દ્વારા દિલ્હીના સરનામે બે વાર આશરે સાડા ત્રણ લાખ રૂપિયા જમા કરાવી લીધાં. ત્યાં સુધી કે ઇશાને ધમકી આપવામાં આવી કે તેના બેન્ક એકાઉન્ટથી અનેક આતંકી સંગઠનોને રૂપિયા પહોંચાડવામાં આવ્યાં છે.
જે બાદ ઇશાએ પહેલાં ઓસ્ટ્રેલિયા પોલીસને ઘટના અંગે જાણ કરી. સાથે જ 17 સપ્ટેમ્બરના રોજ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની સાઇબલ સેલમાં એક ફરિયાદ દાખલ કરવામાં આવી. જે બાદ દિલ્હી પોલીસે એક બોગસ કૉલ સેન્ટર પર દરોડા પાડીને તેના માલિક તથા વેસ્ટર્ન યુનિયન મની ટ્રાન્સફરના એક એજન્ટ તથા એક કૉલ સેન્ટર ઓપરેટરની ધરપકડ કરી.
ડીસીપી સ્પેશિયલ સેલ અનિયેશ રૉય અને એસીપી આદિત્ય ગૌતમે જણાવ્યા અનુસાર દિલ્હીમાં ચાલી રહેલા કૉલ સેન્ટરથી કૉલ સ્પૂફીંગ દ્વારા ઇશાને ઓસ્ટ્રેલિયા ફોન કર્યો હતો. હાલ ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે. આ રેકેટના બાકી લોકોની તલાશ કરવામાં આવી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement