શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

ઠગ સુકેશ ચંદ્રશેખરે હવે NHRCને લખ્યો પત્ર, કહ્યું- ટિલ્લુ તાજપુરિયાની જેમ તેની પણ થઈ શકે છે જેલમાં હત્યા

Conman Sukesh Chandrasekhar Letter: સુકેશે પોતાના પત્રમાં કહ્યું કે તેનું સૌથી મોટુ દુશ્મન જેલ પ્રશાસન છે. સુકેશે એનએચઆરસીના અધ્યક્ષને ઓચિંતી જેલ મુલાકાત માટે પણ અપીલ કરી હતી.

Conman Sukesh Chandrasekhar Letter: દિલ્હીની જેલમાં બંધ કોનમેન સુકેશ ચંદ્રશેખરે ફરી એકવાર પત્ર લખ્યો છે, આ વખતે તેણે દિલ્હી સરકાર પર નહીં પણ જેલ પ્રશાસન પર આરોપો લગાવ્યા છે. સુકેશે NHRCને પત્ર લખીને જેલ સત્તાવાળાઓ દ્વારા માનસિક ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે. સુકેશ ચંદ્રશેખરે આ પત્રમાં આરોપ લગાવ્યો છે કે જેલ સત્તાવાળાઓએ તેમને અરવિંદ કેજરીવાલ, સત્યેન્દ્ર જૈન અને જેલના પૂર્વ ડીજી સંદીપ ગોયલ વિરુદ્ધ આપેલું નિવેદન પાછું ખેંચવા કહ્યું છે. આ અંગે તેમના પર સતત દબાણ કરવામાં આવી રહ્યું છે.

જેલમાં હત્યાની વાત

ઠગ સુકેશ ચંદ્રશેખરે તેના પત્રમાં જણાવ્યું હતું કે અધિકારીઓએ તેને ધમકી આપી હતી કે જો તે પોતાનું નિવેદન પાછું નહીં ખેંચે તો તેની પણ ટિલ્લુ તાજપુરિયા અને અંકિત ગુર્જરની જેમ જેલમાં હત્યા કરવામાં આવશે. સુકેશ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેની પાસેથી પ્રોટેક્શન મની માંગવામાં આવી રહી છે. સુકેશે કહ્યું કે અધિકારીઓ દ્વારા તેમને તેમની માંગ પૂરી કરવા માટે 7 દિવસનો સમય આપવામાં આવ્યો હતો.

ફરિયાદ અંગે સત્વરે કાર્યવાહી કરવા માંગ

સુકેશે પોતાના પત્રમાં કહ્યું કે તેમનો સૌથી મોટો દુશ્મન જેલ પ્રશાસન છે. સુકેશે એનએચઆરસીના અધ્યક્ષને ઓચિંતી જેલ મુલાકાત માટે પણ અપીલ કરી છે. આ સાથે, ઠગ સુકેશે NHRC અધ્યક્ષને તેમની ફરિયાદ પર તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરી છે. સુકેશે પત્રમાં લખ્યું છે કે તેને જેલમાં સંપૂર્ણપણે અમાનવીય પરિસ્થિતિઓ સાથે વોર્ડમાં રાખવામાં આવ્યો છે. તેને જેલમાં એકલો રાખવામાં આવ્યો  છે અને અન્ય કેદીઓ સાથે વાતચીત કરવાની મંજૂરી આપવામાં આવી નથી.

આ પણ વાંચો: Jacqueline : જેકલિન માટે તડફડિયા મારતો ઠગ સુકેશ, 'લવ-લેટર'માં કહ્યું કે- બેબી હું..

જેલમાં બંધ ગેંગસ્ટર સુકેશ ચંદ્રશેખરે ફરી એકવાર બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસને યાદ કરી છે. સુકેશ ચંદ્રશેખરે જેલમાંથી જ એક પત્ર લખ્યો છે, જેમાં તેણે અભિનેત્રીને બેબી કહીને સંબોધી છે. આ પહેલા પણ સુકેશ ચંદ્રશેખરે પોતાના પત્રોમાં જેકલીનનો ઉલ્લેખ કરી ચુક્યો છે અને તેને તને પ્રેમ કરતો હોવાનું પણ કહ્યું હતું. સુકેશ ચંદ્રશેખર દિલ્હીની તિહાર જેલમાં બંધ છે અને તેના પર 200 કરોડની મની લોન્ડરિંગનો કેસ નોંધાયેલો છે. આ મામલામાં જેકલીન ફર્નાન્ડિસથી લઈને ઘણી અભિનેત્રીઓના નામ સામે આવ્યા હતા. તપાસ એજન્સી દ્વારા જેકલીનની અનેકવાર પૂછપરછ પણ કરવામાં આવી છે.

સુકેશ ચંદ્રશેખરે આ પત્ર તેમના જન્મદિવસ 25 માર્ચે લખ્યો હતો. સુકેશ ચંદ્રશેખરે પત્રમાં તેણે જેકલીનને બેબી ગણાવી હતી અને લખ્યું હતું કે, તે તેને મિસ કરી રહ્યો છે. ઠગે લખ્યું છે કે, તેનો પ્રેમ તેનો જન્મદિવસ છે.

સુકેશે લખ્યું કે- હતું કે , મારા બોમ્મા, મારા જન્મદિવસ પર હું તને ખૂબ જ યાદ કરું છું. હું મારી આસપાસ તારી ઊર્જા અનુભવું છું. મારી પાસે કોઈ શબ્દો નથી, પરંતુ હું જાણું છું કે મારા માટેનો તારો પ્રેમ ક્યારેય સમાપ્ત નહીં થાય. હું જાણું છું કે, તારા સુંદર હૃદયમાં શું છે. મને પુરાવાની જરૂર નથી અને મારા માટે જે મહત્વનું છે તે તારો પ્રેમ છે, બેબી. - સુકેશ ચંદ્રશેખર

ઠગ સુકેશે કર્યો દાવો

તેના જન્મદિવસની નોંધમાં, સુકેશે દાવો કર્યો હતો કે, તેના ઘણા ચાહકો છે જે તેને પત્ર લખે છે. તેના જન્મદિવસ નિમિત્તે તેમને સેંકડો પત્રો મળ્યા છે. જેકલીનની સાથે મહાઠગે તેના ચાહકો અને મિત્રોનો પણ આભાર માન્યો હતો.

સુકેશે આગળ લખ્યું- તુ જાણે છે ને, ભલે ગમે તે થઈ જાય, હું હંમેશા તારા માટે ઉભો રહ્યો છું. લવ યુ માય બેબી, મને તારું દિલ આપવા બદલ આભાર. મારા જન્મદિવસની શુભેચ્છાઓ માટે હું મારા બધા સમર્થકો અને મિત્રોનો પણ આભાર માનું છું. મને સેંકડો પત્રો મળ્યા છે, અભિનંદન. હું ધન્ય અનુભવું છું, આભાર. - સુકેશ ચંદ્રશેખર

હોળી પર પણ લખવામાં આવ્યો હતો પત્ર

ઉલ્લેખનીય છે કે, આ પહેલા સુકેશે હોળીના તહેવારે પણ એક પત્ર લખ્યો હતો. આ પત્રમાં જેક્લીનનો ઉલ્લેખ કરીને તેણે કહ્યું હતું કે, મારી સુંદર જેકલીનને હોળીની શુભેચ્છા. તેણે તેના જીવનમાં તમામ રંગોને મિશ્રિત કર્યા છે. હું વચન આપું છું કે, હું તેને બધી ખુશીઓ આપીશ.

જેકલીન ફર્નાન્ડિસ પર શું છે આરોપ?

નોંધપાત્ર રીતે, જેકલીન ફર્નાન્ડિસ પર આરોપ છે કે, તે તમામ સત્ય જાણતી હોવા છતાં સુકેશ ચંદ્રશેખરના સંપર્કમાં હતી. તેણે તેની પાસેથી ઘણી મોંઘી ભેટ લીધી હતી. બંને વચ્ચે અફેર હોવાની વાત પણ સામે આવી હતી. આ કેસમાં નોરા ફતેહીની પણ પૂછપરછ કરવામાં આવી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી, ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ
RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી, ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ
IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
સુરેન્દ્રનગરના ચોટીલા નજીક બોલેરો અને ટ્રક ટકરાયા, ચાર સગા દેરાણી-જેઠાણીનાં કરુણ મોત
સુરેન્દ્રનગરના ચોટીલા નજીક બોલેરો અને ટ્રક ટકરાયા, ચાર સગા દેરાણી-જેઠાણીનાં કરુણ મોત
IPL 2025: ગુજરાત ટાઇટન્સે 119.85 કરોડનો ખર્ચ કરી બનાવી 25 ખેલાડીઓની ટીમ, જાણો કોને કેટલા રૂપિયામાં ખરીદ્યા?
IPL 2025: ગુજરાત ટાઇટન્સે 119.85 કરોડનો ખર્ચ કરી બનાવી 25 ખેલાડીઓની ટીમ, જાણો કોને કેટલા રૂપિયામાં ખરીદ્યા?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Accident : ચોટીલા પાસે બોલેરો-ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત, કોળી પરિવારની 4 મહિલાના મોતPatan Human Trafficking Case : 10થી વધુ બાળ તસ્કરી થયાનો કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલનો આરોપJunagadh Controversy : જૂનાગઢ મંદિર વિવાદ વચ્ચે પ્રયાગરાજથી પરત આવેલા હરિગિરિ બાપુએ આરોપો ફગાવ્યાSurat News : સુરતમાં 2 વ્યક્તિના અચાનક મોત, મહિલાનું કપડા ધોતા ધોતા જ મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી, ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ
RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી, ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ
IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
સુરેન્દ્રનગરના ચોટીલા નજીક બોલેરો અને ટ્રક ટકરાયા, ચાર સગા દેરાણી-જેઠાણીનાં કરુણ મોત
સુરેન્દ્રનગરના ચોટીલા નજીક બોલેરો અને ટ્રક ટકરાયા, ચાર સગા દેરાણી-જેઠાણીનાં કરુણ મોત
IPL 2025: ગુજરાત ટાઇટન્સે 119.85 કરોડનો ખર્ચ કરી બનાવી 25 ખેલાડીઓની ટીમ, જાણો કોને કેટલા રૂપિયામાં ખરીદ્યા?
IPL 2025: ગુજરાત ટાઇટન્સે 119.85 કરોડનો ખર્ચ કરી બનાવી 25 ખેલાડીઓની ટીમ, જાણો કોને કેટલા રૂપિયામાં ખરીદ્યા?
બાંગ્લાદેશમાં ચિન્મય કૃષ્ણન દાસની ધરપકડનો વિરોધ કરી રહેલા હિંદુઓ પર હુમલો, 50 લોકો ઇજાગ્રસ્ત
બાંગ્લાદેશમાં ચિન્મય કૃષ્ણન દાસની ધરપકડનો વિરોધ કરી રહેલા હિંદુઓ પર હુમલો, 50 લોકો ઇજાગ્રસ્ત
PAN 2.0 ને કેબિનેટની મંજૂરી, બેકાર થઇ જશે તમારુ પાનકાર્ડ? જાણો તમામ સવાલના જવાબ
PAN 2.0 ને કેબિનેટની મંજૂરી, બેકાર થઇ જશે તમારુ પાનકાર્ડ? જાણો તમામ સવાલના જવાબ
IPL 2025: 182 ખેલાડીઓ પર 640 કરોડ ખર્ચાયા, જુઓ આઇપીએલ ઓક્શનમાં સોલ્ડ અને અનસોલ્ડ રહેલા ખેલાડીઓની યાદી
IPL 2025: 182 ખેલાડીઓ પર 640 કરોડ ખર્ચાયા, જુઓ આઇપીએલ ઓક્શનમાં સોલ્ડ અને અનસોલ્ડ રહેલા ખેલાડીઓની યાદી
Rajkot News: પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલો, ખોડલધામ-સરદાર ધામ વચ્ચે વિવાદ કારણભૂત
Rajkot News: પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલો, ખોડલધામ-સરદાર ધામ વચ્ચે વિવાદ કારણભૂત
Embed widget