શોધખોળ કરો

ટોક્યો ઓલિમ્પિકમાં બ્રૉન્ઝ મેડલ જીતનારી પુરુષ હૉકી ટીમ પર શુભેચ્છાઓને વરસાદ, શાહરૂખથી અક્ષય સુધી, જાણો કયા સ્ટારે કઇ રીતે કર્યુ ચીયર....

શાહરૂખ ખાન- હૉકી કૉચનો શાનદાર રૉલ કરીને પદડા પર આવી ચૂકેલા કિંગ ખાને ટ્વીટ કરતા લખ્યું- વાહ, ભારતીય પુરુષ હૉકી ટીમને અભિનંદન, પોતાના ચરમ પર સામર્થ્ય અને કૌશલ. શું શાનદાર મેચ રહી. 

Tokyo Olympics 2021: ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય પુરુષ હૉકી ટીમે જર્મનીને 5-4થી હરાવીને બ્રૉન્ઝ મેડલ જીતી લીધુ છે. ભારતીય ટીમની આ ઐતિહાસિક જીત પર આખા દેશની આંખો ગર્વથી લાલ છે. તમામ લોકો આ ટીમને ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ આપી રહ્યાં છે, અને પીઠ થપથપાવી રહ્યાં છે. આવામાં બૉલીવુડના સેલેબ્સ પણ કેમ પાછળ રહે. શાહરૂખથી લઇને અક્ષય કુમાર સુધીના સ્ટાર સેલેબ્સે પુરુષ હૉકી ટીમને બ્રૉન્ઝ મેડલ મેડલ જીતવા પર અભિનંદન આપ્યા છે. જુઓ દરેકના રિએક્શન્સ.....

શાહરૂખ ખાન- હૉકી કૉચનો શાનદાર રૉલ કરીને પદડા પર આવી ચૂકેલા કિંગ ખાને ટ્વીટ કરતા લખ્યું- વાહ, ભારતીય પુરુષ હૉકી ટીમને અભિનંદન, પોતાના ચરમ પર સામર્થ્ય અને કૌશલ. શું શાનદાર મેચ રહી. 

અક્ષય કુમાર- ઇતિહાસ રચવા માટે ટીમ ઇન્ડિયાને અભિનંદન. 41 વર્ષ બાદ ઓલિમ્પિકમાં મેડલ, શું મેચ રહી, શું કમબેક કર્યુ. 

અનિલ કપૂર- શાનદાર જીત... કાશ મારા પિતા આજે જીવત હોતા અને આ ઐતિહાસિક દિવસને પોતાની આંખોએ જોતા તો ખુશ થઇ જતા.... ભારતીય પુરુષ હૉકી ટીમને ધન્યવાદ.. ખુબ ખુબ શુભેચ્છાઓ...

નિમ્રત કૌર- ભારતીય પુરુષ હૉકી ટીમ ખુબ ખુબ અભિનંદન....

તાપસી પન્નૂ- અને આ બ્રૉન્ઝ 

ઉલ્લેખનીય છે કે ભારતીય હૉકી ટીમે શાનદાર પ્રદર્શન કરતા જર્મનીને 5-4 ના અંતરથી હરાવીને બ્રૉન્ઝ મેડલ પોતાના નામે કરી લીધો છે. આ પહેલા ભારતે વાસુદેવન ભાસ્કરનની કેપ્ટની હેઠળ 1980માં મૉસ્કો ઓલિમ્પિકમાં ગૉલ્ડ મેડલ જીત્યો હતો. ભારત માટે સિમરનજીત સિંહે બે, હરમનપ્રીત સિંહ, રુપિન્દર સિંહ અને હાર્દિક સિંહે એક-એક ગૉલ કરીને આ મેચમાં ટીમને જીત અપાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

IND vs GER, Hockey Match: ભારતીય હોકી ટીમે જર્મનીને હરાવીને રચ્યો ઈતિહાસ, 41 વર્ષ બાદ જીત્યો મેડલ----
Tokyo Olympics 2020: ભારતીય હોકી ટીમે જર્મનીને હરાવીને ઈતિહાસ રચી દીધો છે. 41 વર્ષ બાદ ભારતીય હોકી ટીમ મેડલ જીતી છે. આ સાથે જ ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતીય હોકી ટીમે બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. ભારતે જર્મનીને 5-4 થી હરાવ્યું છે. 

આ પહેલા ભારતે 1980 માં મોસ્કો ઓલિમ્પિકમાં વાસુદેવન ભાસ્કરણના નેતૃત્વમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારત માટે સિમરનજીત સિંહે બે ગોલ કર્યા, હરમનપ્રીત સિંહ, રૂપિન્દર પાલ સિંહ અને હાર્દિક સિંહે એક -એક ગોલ કર્યો અને આ મેચમાં ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી.

વર્તમાન વર્લ્ડ રેન્કિંગમાં ત્રીજા ક્રમે આવેલા ભારતે આ મેચમાં ખરાબ શરૂઆત કરી હતી અને જર્મનીએ મેચના પ્રથમ મિનિટમાં ગોલ કરીને 0-1ની લીડ મેળવી હતી. જર્મની માટે તૈમુર ઓરુઝે આ ગોલ કર્યો હતો. ભારતને પાંચમી મિનિટે પાછા આવવાની તક મળી પરંતુ રૂપિન્દર પાલ સિંહ પેનલ્ટી કોર્નર કન્વર્ટ કરવામાં નિષ્ફળ રહ્યો. પ્રથમ ક્વાર્ટરના અંત બાદ જર્મનીએ ભારત ઉપર 0-1ની લીડ જાળવી રાખી હતી. જોકે, ભારતના ગોલકીપર શ્રીજેશે આ ક્વાર્ટરમાં કેટલાક શાનદાર બચાવ કર્યા હતા.

ટીમ ઇન્ડિયાએ બીજા ક્વાર્ટરમાં વાપસી કરી હતી

બીજા ક્વાર્ટરની શરૂઆતમાં ભારતે શાનદાર વાપસી કરી અને 17 મી મિનિટે સિમરનજીત સિંહના શાનદાર ફિલ્ડ ગોલથી મેચ 1-1ની બરાબરી પર લાવી દીધી. આ પછી, જર્મનીએ ભારતીય સંરક્ષણ પર દબાણ લાવવાનું શરૂ કર્યું અને બે મિનિટના ગાળામાં બે ગોલ કરીને ભારત પર 1-3ની લીડ મેળવી લીધી. નિકલાસ વેલેને પહેલા જર્મની માટે શાનદાર ફિલ્ડ ગોલ કર્યો અને પછી બેનેડિક્ટ ફાર્કે આ ગોલ કર્યા.

હાર્દિક સિંહે આ મેચમાં 26 મી મિનિટે પેનલ્ટી કોર્નરને કન્વર્ટ કરીને સ્કોર 2-3 કરી દીધો. હરમનપ્રીત સિંહની ડ્રેગ-ફ્લિકને જર્મન ગોલકીપરે રોકી હતી પરંતુ હાર્દિક સિંહે ફરીથી રિબાઉન્ડ પર ગોલ કર્યો હતો. આ પછી, ભારતે ફરી એકવાર શાનદાર વાપસી કરી અને જર્મનીના સંરક્ષણ પર સતત દબાણ રાખ્યું. 28મી મિનિટે તેને બીજો પેનલ્ટી કોર્નર મળ્યો, આ વખતે હરમનપ્રીત સિંહની ડ્રેગ ફ્લિકે ભારતને 3-3થી આગળ કરી દીધું.

ત્રીજા ક્વાર્ટરમાં ટીમ ઇન્ડિયાએ જર્મની પર પ્રભુત્વ જમાવ્યું હતું

ત્રીજા ક્વાર્ટરમાં, ભારતે મેચ પર સંપૂર્ણ રીતે પ્રભુત્વ જમાવ્યું અને જર્મની પર લીડ મેળવી લીધી. ભારતે આ ક્વાર્ટરમાં બે ગોલ કર્યા હતા. રૂપિન્દર પાલ સિંહે 31 મી મિનિટમાં ભારત માટે ચોથો ગોલ કર્યો હતો. રૂપિન્દર પાલ સિંહે પેનલ્ટી સ્ટ્રોક પર આ ગોલ કરીને ટીમને 4-3થી આગળ કરી દીધી હતી. ત્રણ મિનિટ બાદ 34 મી મિનિટે સિમરનજીત સિંહે શાનદાર ફિલ્ડ ગોલ કરીને ભારતને આ મેચમાં 5-3ની લીડ અપાવી હતી.

જર્મની ચોથા ક્વાર્ટરમાં વાપસી કરી

ચોથા ક્વાર્ટરની શરૂઆતથી જર્મનીએ આક્રમક હોકી રમીને ભારત પર દબાણ લાવવાનું શરૂ કર્યું. જર્મનીએ ચોથો ગોલ ફટકારીને ફરી 5-4ના સ્કોર સાથે આ મેચને રોમાંચક વળાંક પર લાવી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Embed widget