Hun To Bolish : હું તો બોલીશ : લગ્ન નાત નક્કી કરશે કે નિયતિ?
Hun To Bolish : હું તો બોલીશ : લગ્ન નાત નક્કી કરશે કે નિયતિ?
લોકગાયિકા કિંજલ દવેએ તાજેતરમાં એક્ટર-બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી..જે ઈન્ટર કાસ્ટ મેરેજ હોવાથી બ્રહ્મ સમાજમાં વિવાદ ઊભો થયો હોવાની ચર્ચાએ સોશિયલ મીડિયા પર જોર પકડ્યું એટલું જ નહીં કાંકરેજના શિહોરી ખાતે પાંચ પરગણા ઔદિચ્ય બહ્મ સમાજની બેઠક મળી જેમાં કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો...જે બાદ કિંજલ દવે આ સમગ્ર મુદ્દે મૌન તોડ્યું...સોશિયલ મીડિયા પર બળાપો કાઢતો વીડિયો મૂકી અને દીકરીઓના અધિકારો, સમાજની જૂની પ્રથાઓ પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે બે-ચાર લોકો નક્કી ન કરી શકે કે દીકરીનો જીવનસાથી કોણ હશે, તેમજ પરિવાર વિરુદ્ધ પોસ્ટ કરનારાઓ સામે કાનૂની કાર્યવાહીની ચીમકી આપી...આવો સાંભળીએ તેમણે શું કહ્યું
આ પહેલા કિંજલ દવેએ એપ્રિલ, 2018માં પવન જોષી સાથે સગાઈ કરી હતી. જોકે, વર્ષ 2023માં કિંજલ અને પવનની સગાઈ તૂટી ગઈ હતી. કિંજલ દવે અને તેના ભાઇની સગાઇ સાટા પદ્ધતિથી કરવામાં આવી હતી. જેમાં કિંજલના ભાઇ આકાશની પવન જોષીની બહેન સાથે સગાઇ કરાઇ હતી... મળતી માહિતી મુજબ પવનની બહેને અન્ય જગ્યાએ કોર્ટ મેરેજ કરી લેતા કિંજલ દવેની પણ સગાઇ તૂટી ગઇ...સગાઈ તૂટ્યાના બે વર્ષ બાદ કિંજલ દવેએ 6 ડિસેમ્બર 2025ના રોજ સગાઈ કરી.
તો કિંજલ દવેના પરિવારનો બહિષ્કાર કરનાર પાંચ પરગણા ઔદિચ્ય બહ્મ સમાજના ઉપપ્રમુખ જનક જોષીએ એબીપી અસ્મિતા સાથે વાત કરી..તેમનો મત શું છે...તેમનું શું કહેવું છે આવો સાંભળી લઈએ
તો આ તરફ બ્રાહ્મણ સમાજમાં કિંજલ દવેના આ નિર્ણયનો બહિષ્કાર થઈ રહ્યો છે...એક કાર્યક્રમ દરમિયાન બ્રાહ્મણ સમાજના આગેવાન હરગોવન શિરવાડિયાએ તમામ લોકોને હાંકલ કરી કે બ્રાહ્મણ સમાજની દીકરી બ્રાહ્મણોમાં જ આપો..આવો સાંભળીએ તેમને શું કહ્યું
એવું નથી કે કિંજલ દવેનો ફક્ત વિરોધ થઈ રહ્યો હોય... કિંજલ દવેના સમર્થનમાં આવ્યા ગુજરાતી લેખક જય વસાવડા..સોશલ મીડિયાના માધ્યમથી જય વસાવડાએ કિંજલ દવેને સમર્થન આપ્યું...તેમણે કિંજલ દવેના પ્રેમ લગ્ન વિરુદ્ધ બોલનારા પ્રેમવિરોધી પંચાતિયા ગણાવ્યા તેમણે શું કહ્યું આવો સાંભળીએ
તો કિંજલ દવેના આ વીડિયોને લઈ બ્રહ્મ સમાજ અગ્રણી હેમાંગ રાવલે આકરા પ્રહાર કર્યા..તેમણે કહ્યું કે કિંજલ દવે વિક્ટીમ કાર્ડ રમી રહ્યા છે... ઔદિચ્ય બ્રહ્મ સમાજે સર્વાનુમતે આ નિર્ણય લીધો છે...આવો સાંભળીએ તેમણે શું કહ્યું
તો થોડા દિવસો પહેલા ઠાકોર સમાજના બંધારણ અને સ્નેહમિલન કાર્યક્રમમાં ગેનીબહેન ઠાકોરે પણ પ્રેમ લગ્ન' મુદ્દે અન્ય એક સમાજનો દાખલો આપીને કહ્યું, ઠાકોર સમાજ આક્રમક નથી. આપણે કોઈની દીકરી લાવવી નહીં અને આપણી દીકરી કોઈ લઈ જાય તો આકાશ પાતાળ એક કરી તેને પરત લાવવી
તો 9 ડિસેમ્બરે ભાગેડુ લગ્ન મુદ્દે પાટીદાર સમાજની સરકારને રજૂઆત કરવામાં હતી. ભાગી જવાની વધતી જતી સંખ્યા અને તેના પરિણામે ઉભી થતી સામાજિક સમસ્યાઓ અંગે ચિંતિત, પાટીદાર સમુદાયના નેતાઓએ સરકાર સમક્ષ એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેમાં લગ્ન નોંધણી પ્રણાલીમાં ફેરફારની રજૂઆત કરવામાં આવી હતી...





















