Hun To Bolish : હું તો બોલીશ : આ ગોગોને બંધ કરાવો !
Hun To Bolish : હું તો બોલીશ : આ ગોગોને બંધ કરાવો !
આપણા રાજ્ય અને દેશમાં ગાંજા પર પ્રતિબંધ છે પણ ગાંજાનું સેવન જે પદાર્થોમાં કરવામાં આવે છે એ ખુલ્લેઆમ મળી રહ્યા છે...જેની સામે પણ હવે કાર્યવાહી થઈ રહી છે..ગાંજો બનાવવા જેનો ઉપયોગ થાય છે તેવા ગોગોનું વેચાણ અટકાવવા સુરત પોલીસ મેદાને આવી...ઓપરેશન ગોગ અંતર્ગત પાલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પાનના ગલ્લા પર દરોડા પાડવામાં આવ્યા..અને માદક પદાર્થોની ગેરકાયદેસર વેચાણની તપાસ કરાઈ...એટલું જ નહીં સગીરોને સિગરેટ-ગુટખા આપનાર પાન-ગલ્લાના 17 વેપારીઓની ધરપકડ કરી..તો ફક્ત સુરત નહીં પાટણમાં પણ SOG પોલીસે ગોગો સ્મોકિંગ કોન જપ્ત કર્યા..પાટણ SOGએ સિદ્ધપુર, હરીજ અને પાટણ શહેરમાંથી અલગ અલગ પાર્લરોમાંથી દરોડા પાડી ગોગો સ્મોકિંગ કોન ઝડપી પાડ્યા...અહીં અલગ અલગ પાર્લરોમાંથી ગોગો કોન,પોલ પેપર પટ્ટી મળી અંદાજે 20 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો ..એટલું જ નહીં પાટણ કલેક્ટરે જાહેરનામું બહાર પાડી ચરસ, ગાંજા, હાઇબ્રીડ ગાંજો વગેરેના સેવન માટે વપરાતા આ તમામ પદાર્થોના કોઇ પણ જાહેર કે ખાનગી સ્થળોએ તેના સંગ્રહ, પરિવહન, વેચાણ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મુક્યો
--------------------------
(મહેસાણા તપાસ)
આ તરફ મહેસાણામાં પણ પોલીસે શૈક્ષણિક સંકુલની આસપાસ સહિતના વિસ્તારોમાં તપાસ હાથ ધરી..અને શહેરમાં ગોગો પેપર વેચાય છે કે નહીં તે ચેક કર્યુ...અલગ અલગ ટીમ બનાવી અલગ અલગ પાનના ગલ્લા પર સર્ચ કરવામાં આવ્યું..એટલું જ નહીં સ્કૂલના 100 મીટરના ઘેરામાં જો કોઈ દુકાનમાં ગોગો પેપર, પાન, મસાલા પણ મળે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે
-----------------------------
(રાજકોટ તપાસ)
તો રાજકોટમાં પણ અલગ અલગ વિસ્તારોમાં આ દૂષણને ડામવા તપાસ કરવામાં આવી ..રાજકોટના એસ્ટ્રોન ચોક, જંક્શન સહિતના વિસ્તારોમાં અલગ અલગ 35 જગ્યાએ તપાસ કરાઈ જેમાં 3 અલગ અલગ જગ્યાએથી ગોગો મળી આવ્યા...તો બે જગ્યાએથી ચલમ મળી આવી...તો કેટલાક જગ્યાએ તો વેપારીઓએ પોલીસ પહોંચે તે પહેલા જ ગોગો પેપર સગેવગે કર્યા
-----------------------------
(અમદાવાદ તપાસ)
અમદાવાદમાં NID કોલેજ પાસે આવેલા પાન પાર્લર પર સર્ચ કરવામાં આવ્યું...જ્યાં પાન પાર્લરમાં કામ કરતા વ્યક્તિએ સ્વીકાર્યુ કે તેઓ ગોગોનું વેચાણ કરતા હતા પણ સમાચારમાં આ વિશે જોયા બાદ ગોગો પેપર વેચવાનું બંધ કર્યુ...
----------------------------------
(ગોગોનો ઉપયોગ)
રોલિંગ પેપર્સ અને ગોગો સ્મોકિંગ કોનનો ઉપયોગ સામાન્ય રીતે તમાકુના સેવન માટે થાય છે.....પરંતુ હાલના સમયમાં યુવાનો તેનો ઉપયોગ ચરસ ગાંજા અને હાઇબ્રીડ જેવા નશીલા પદાર્થોને છુપાવીને સેવન કરવા માટે કરી રહ્યા છે....આ સામગ્રીઓની બનાવટમાં ટાઇટેનિયમ ઓક્સાઈડ, પોટેશિયમ નાઇટ્રેટ, કુત્રિમ રંગો, કેલ્શિયમ કાર્બોનેટ અને ક્લોરીન બ્લીચ જેવા હાનિકારક પદાર્થોનો ઉપયોગ થાય છે....જે બળવાથી ઝેરી ધૂમાડો ઉત્પન્ન થાય છે....જેનાથી કેન્સર, ફેફસાની સમસ્યા અને નશા સાથે વાપરવાથી માનસિક અસરો થાય છે....
-------------------------------------------------
(ભાવનગર જાહેરનામું)
તો આ તરફ ભાવનગરમાં રોલિંગ પેપર્સ, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણને અટકાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું...ચરસ, ગાંજા, હાઇબ્રીડ ગાંજો વગેરેના સેવન માટે વપરાતા આ તમામ પદાર્થોના કોઇ પણ જાહેર કે ખાનગી સ્થળોએ તેના સંગ્રહ, પરિવહન, વેચાણ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મુકવામાં આવ્યો..અને જો કોઈ આ જાહેરનામાનો ભંગ કરશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે
--------------------------------------
(ઓનલાઈન રિયાલીટી ચેક ધનરાજ)
તમને જાણીને આશ્ચર્ય થશે ડ્રગ્સ અને ગાંજા જેવી બદીઓ સામે લડતા ગુજરાતમાં નશા માટે વપરાતા સાધનો શાકભાજી કે કરિયાણાની જેમ ઓનલાઈલ મળી રહ્યા છે...પિત્ઝા કરતા ઝડપી ઘરે પહોંચે છે ‘ગોગો પેપર’.
એબીપી અસ્મિતાએ રિયાલિટી ચેક કર્યુ..અમારા સંવાદદાતા ધનરાજ બાગલે એ બ્લિંક ઈટ એપ મારફતે ગોગો પેપર મંગાવ્યુ...માત્ર 11 મિનિટમાં બ્લિંક ઈંટ એપ મારફતે ગોગો પેપર મળી ગયું...બ્લિંક ઈટનો ડિલવરી બોય આવ્યો અને રસ્તા વચ્ચે જ ડિલિવરી આપી જતો રહ્યો....પોલીસ રસ્તા પરના પાનના ગલ્લાઓ પર દરોડા પાડી રહી છે, ત્યારે બીજી તરફ ઓનલાઇન ડિલિવરી એપ્સ જાણે છૂપો ડ્રગ ડીલર બનીને બેરોકટોક 'ગોગો પેપર' સપ્લાય કરી રહી છે
-----------------------
(અમદાવાદ DGP ટીકટોક)
ગોગો પેપરના વેચાણને લઇને DGP સાથે એબીપી અસ્મિતાએ વાતચીત કરી...તેમણે જણાવ્યું કે રાજ્યમાં પાનના ગલ્લા પર રેડ કરવાના આદેશ કરાયા છે..અને ગોગો પેપર પર પ્રતિબંધ મુકવાનો અભ્યાસ ચાલું છે..ગુજરાત પોલીસ નશાના દૂષણને ડામવા સજ્જ છે અને જ્યાં પણ ગોગો પેપરનું વેચાણ થશે ત્યા કાર્યવાહી થશે





















