Mexico Plane Crash: મેક્સિકોમાં પ્લેન ક્રેશ, બિલ્ડિંગથી ટકરાયું પ્રાઇવેટ જેટ, 7 લોકોના મોત
Mexico Plane Crash: સૈન માતેઓ અતેન્કોની મેયર મુનિઝે મિલેનીયોએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, આગની તીવ્રતાને કારણે, આસપાસના લગભગ 130 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા.

Mexico Plane Crash:મધ્ય મેક્સિકોમાં એક મોટી વિમાન દુર્ઘટના બની છે. એક નાનું ખાનગી વિમાન ઇમરજન્સી લેન્ડિંગનો પ્રયાસ કરતી વખતે ક્રેશ થતાં ઓછામાં ઓછા સાત લોકો માર્યા ગયા છે. આ અકસ્માતને કારણે વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો અને અધિકારીઓએ તાત્કાલિક બચાવ અને રાહતના પ્રયાસો શરૂ કર્યા હતા.
અકસ્માત ક્યાં અને કેવી રીતે થયો
મેક્સિકો સ્ટેટ સિવિલ પ્રોટેક્શન કોઓર્ડિનેટર એડ્રિયન હર્નાન્ડેઝના જણાવ્યા અનુસાર, આ પ્લેન ક્રેશ ટોલુકા એરપોર્ટથી લગભગ પાંચ કિલોમીટર દૂર અને મેક્સિકો સિટીથી લગભગ 50 કિલોમીટર પશ્ચિમમાં આવેલા ઔદ્યોગિક વિસ્તાર સાન માટેઓ એટેન્કોમાં થયુ હતો. વિમાન એકાપુલ્કોથી ઉડાન ભરી રહ્યું હતું.
ફૂટબોલ મેદાન પર લેન્ડિંગનો પ્રયાસ
અહેવાલ મુજબ, વિમાન નજીકના ફૂટબોલ મેદાન પર ઇમરજન્સી લેન્ડિંગનો પ્રયાસ કરી રહ્યું હતું. દુર્ઘટના દરમિયાન, તે નજીકની એક કોમર્શિયલ ઇમારતની ધાતુની છત સાથે અથડાયું. અથડામણ બાદ, વિમાનમાં આગ લાગી ગઈ, જેના કારણે આસપાસનો વિસ્તાર લપેટાઈ ગયો.
કેટલા લોકો સવાર હતા?
હર્નાન્ડેઝે જણાવ્યું હતું કે કુલ આઠ મુસાફરો અને બે ક્રૂ સભ્યો સવાર હતા. જોકે, અકસ્માતના ઘણા કલાકો પછી ફક્ત સાત મૃતદેહો મળી આવ્યા હતા. બાકીના પીડિતોની શોધ અને ઓળખ ચાલુ છે.
આગના કારણે ચીખ પુકાર મચી ગઇ
અકસ્માત પછી તરત જ ફાયર અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી અને આગ પર કાબૂ મેળવ્યો. સાન માટો એટેન્કોના મેયર અના મુનિઝે મિલેનીયો ટેલિવિઝનને જણાવ્યું હતું કે આગની તીવ્રતાને કારણે, આસપાસના આશરે 130 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.
આ વિસ્તારને કરાયો સીલ
પ્રશાસન દ્વારા સાવચેતી રૂપે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે. સ્થાનિક લોકો ગભરાટમાં છે, અને ઘટનાસ્થળની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે. અધિકારીઓનું કહેવું છે કે, ક્રેશના કારણની તપાસ શરૂ કરવામાં આવી છે. ટેકનિકલ ખામીને કારણે વિમાન ક્રેશ થયું કે અન્ય કોઈ કારણસર, તે તપાસ પૂર્ણ થયા પછી જ નક્કી થશે.
A Cessna Citation 3 crashed while attempting a go around, in Toluca, Mexico , 10 people dead, including crew.
— Aviation Daily (@aeroworldx) December 15, 2025
Investigation is underway… pic.twitter.com/gzrAExEZ44
આગના કારણે ગભરાટ ફેલાયો હતો.
અકસ્માત બાદ તાત્કાલિક ફાયર અને બચાવ ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લીધી હતી. સાન માટો એટેન્કોના મેયર અના મુનિઝે મિલેનીયો ટેલિવિઝનને જણાવ્યું હતું કે આગની તીવ્રતાને કારણે આ વિસ્તારમાંથી તાબડતોબ આશરે 130 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.





















