શોધખોળ કરો
Total Dhamaalની છપ્પરફાડ કમાણી, 9 દિવસમાં આટલા કરોડનું રહ્યું કલેક્શન

મુંબઈઃ ઇન્દ્ર કુમારના ડાયરેક્શનમાં બનેલ કોમેડી ફિલ્મ ટોટલ ધમાલ 100 કરોડ ક્લબમાં એન્ટ્રી કરી ચૂકી છે. ફિલ્મમાં અજય દેવગન, અનિલ કપૂર, માધુરી દીક્ષિત વગેરે લીડ રોલમાં છે. ફિલ્મને બીજા વીકમાં શાનદાર બૂસ્ટ મળ્યું છે. ફિલ્મનો મોટા ભાગનો બિઝનેસ મોટા મલ્ટીપ્લેક્સની બહારનો છે. આ મલ્ટી સ્ટારર ફિલ્મ 22 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ હતી અને ધમાલ સીરીઝની આ ત્રીજી ફિલ્મ છે.
ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શના ટ્વિટ મુજબ ફિલ્મે 106.32 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ સાથે જ ઇન્દ્ર કુમારની આ બીજી ફિલ્મ છે જે 100 કરોડ ક્લબમાં સામેલ થઈ છે. દિલ, બેટા, રાજા, ઇશ્ક, મસ્તી, ધમાલ જેવી હિટ ફિલ્મ આપનાર ઇન્દ્ર કુમારની પહેલી 100 કરોડ રૂપિયા કમાનારી ફિલ્મ 'ગ્રાન્ડ મસ્તી' હતી.
ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શના ટ્વિટ મુજબ ફિલ્મે 106.32 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ સાથે જ ઇન્દ્ર કુમારની આ બીજી ફિલ્મ છે જે 100 કરોડ ક્લબમાં સામેલ થઈ છે. દિલ, બેટા, રાજા, ઇશ્ક, મસ્તી, ધમાલ જેવી હિટ ફિલ્મ આપનાર ઇન્દ્ર કુમારની પહેલી 100 કરોડ રૂપિયા કમાનારી ફિલ્મ 'ગ્રાન્ડ મસ્તી' હતી. વધુ વાંચો




















