Watch: રસ્તા પર ખુલ્લેઆમ ફરતો જોવા મળ્યો બંગાલ ટાઈગર, પછી શું થયું જુઓ વીડિયોમાં
વીડિયોમાં દેખાય છે કે, એક મહિલા અચાનક આ વાઘની સામે આવે છે, તે ડરથી ચીસો પાડવા લાગે છે.
Trending Tiger: મેક્સિકોના રસ્તાઓ પર વાઘ ફરતો હોય તેવો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે બંગાલ ટાઈગર ખુલ્લેઆમ મેક્સીકોની સડકો પર ફરતો જોવા મળી રહ્યો છે. વાઘનો આ વીડિયો મેક્સિકોના ટેકુઆલા રાજ્યના નાયરિતમાં (Nayarit, Tekuala) કેપ્ચર કરવામાં આવ્યો છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે, રસ્તા પર ફરતો આ વાઘ ત્યાંથી આવતા લોકોને જોતો રહે છે. વીડિયોમાં આગળ બતાવવામાં આવ્યું છે કે, એક મહિલા અચાનક આ વાઘની સામે આવે છે, તે ડરથી ચીસો પાડવા લાગે છે.
વીડિયોમાં આગળ જોઈ શકાય છે કે ટાઈગર રસ્તા પર એક જગ્યાએ બેઠો છે જાણે તે કોઈની રાહ જોઈ રહ્યો હોય. થોડી વાર પછી એક માણસ ત્યાં આવે છે અને તેના ગળામાં દોરડું બાંધે છે અને આ પ્રાણીને ખેંચીને લઈ જતો જોવા મળે છે.
વીડિયોને હજારો વ્યૂઝ મળ્યાઃ
મેક્સિકો સિટીમાં ફરતા આ બંગાલ ટાઈગરનો વીડિયો ટ્વિટર પર શેર થતાં જ વાયરલ થઈ ગયો હતો. ટ્વિટર પર આ વીડિયો લગભગ 15000 વખત (14.9k વ્યૂ) જોવામાં આવ્યો છે અને અત્યાર સુધીમાં તેને 244 લાઈક્સ મળી ચૂકી છે.
A Bengal Tiger roaming around town and then gets taken home without any resistance. This happened in Tecuala, Mexico. pic.twitter.com/TtDwbHAjRT
— ⭐️Amazing Posts (@AmazingPosts_) June 15, 2022
આ પણ વાંચોઃ
કુઓર્ટેન ગેમ્સમાં નીરજ ચોપડાએ ગોલ્ડ જીત્યો, જો કે, દુર્ઘટનાનો શિકાર બનતાં બચી ગયો, જુઓ વીડિયો
એક જ ટીમમાંથી રમતા દેખાશે વિરાટ કોહલી અને બાબર આઝમ, જાણો કઇ છે ટૂર્નામેન્ટ ને ક્યારે રમાશે....
અગ્નિપથ સ્કીમઃ 1 કરોડનો વીમો, કેન્ટિન સુવિધા, 30 દિવસની રજા, વાયુસેનાએ જાહેર કર્યુ ભરતી નૉટિફિકેશન