રણવીર સિંહની ફિલ્મ ‘83’ની ફિલ્મની વધી મુશ્કેલી, નિર્માતા સામે છેતરપિંડીની આ કારણે નોંધાઇ ફરિયાદ
બોલિવૂડ:રણવીર સિંહની ફિલ્મ '83' ની મુશ્કેલી વધી છે. નિર્માતાઓ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે.
![રણવીર સિંહની ફિલ્મ ‘83’ની ફિલ્મની વધી મુશ્કેલી, નિર્માતા સામે છેતરપિંડીની આ કારણે નોંધાઇ ફરિયાદ uae financer company file cheating case against 83 producer which make trouble ranveer singh starrer film રણવીર સિંહની ફિલ્મ ‘83’ની ફિલ્મની વધી મુશ્કેલી, નિર્માતા સામે છેતરપિંડીની આ કારણે નોંધાઇ ફરિયાદ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/10/12b094098fa07908f8e6e472b7d3365f_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
બોલિવૂડ:રણવીર સિંહની ફિલ્મ '83' ની મુશ્કેલી વધી છે. નિર્માતાઓ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે. રણવીર વીર સિંહની આગામી ફિલ્મ '83'ની મુશ્કેલી વધી શકે છે. UAE ફાઇનાન્સર કંપનીએ અંધેરી મેટ્રોપોલિટન કોર્ટમાં ફિલ્મના નિર્માતાઓ સામે છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે.
મેટ્રોપોલિટન કોર્ટમાં બોલિવૂડ ફિલ્મ '83'ના નિર્માતાઓ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ દાખલ થઇ છે. ફ્યુચર રિસોર્સિસ FZE અંધેરી ફિલ્મ નિર્માતા સામે ફિલ્મ નિર્માણની પ્રક્રિયામાં કાવતરું ઘડવાનો અને છેતરપિંડી કરવાનો આરોપ મૂક્યો છે.
ફિલ્મના નિર્માતાઓ સામે ભારતીય દંડ સંહિતાની કલમ 406, 420 અને 120B હેઠળ કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. એડવોકેટ રિઝવાન સિદ્દીકીએ રજૂઆત કરી હતી કે, આરોપીએ '83' ફિલ્મનું નિર્માણ કર્યું હતું અને ફિલ્મના રાઇટસને લઇને છેતરપિંડી થઇ છે. ફરિયાદમાં વિબ્રી મીડિયા અને તેના ડાયરેક્ટરનું નામ પણ સામેલ છે.
ફરિયાદ અનુસાર ફ્યુચર રિસોર્ઝ FZE ના પ્રતિનિધિઓએ Vibri સાથે મુલાકાત કરી, કારણ કે તે મોટા રોકાણકારની તલાશમાં હતા,. ફરિયાદમાં વિબ્રી મીડિયાના નિર્દેશકો પર આરોપ લગાવ્યો કે, તેમણે ખોટા વાયદા કર્યાં અને FZEને વિબ્રી સાથે રૂ. 159 કરોડ ખર્ચવા માનવ્યો. આ કેસની સુનાવણી થશેય
રણવીર સિંહની ફિલ્મ '83'નું પહેલું ગીત 'લહેરા દો' થોડા સમય પહેલા રિલીઝ થયું હતું. આ ગીત દેશભક્તિથી ભરપૂર છે. 2 મિનિટ 8 સેકન્ડનું ગીતમાં દર્શાવવામાં આવ્યું છે કે, 1983 વર્લ્ડ કપના પ્રારંભિક રાઉન્ડમાં ભારતને હારનો સામનો કરવો પડે છે.
આ પણ વાંચો
ગુજરાતના આ યુવકની કેનેડા ક્રિકેટ ટીમમાં થઈ પસંદગી, જાણો મૂળ ક્યાંનો છે ?
ખેડાઃ કઠલાલ-કપડવંજ રોડ પર ટેન્કર કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, પાંચના ઘટનાસ્થળે જ મોત
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)