શોધખોળ કરો
પ્રથમ સપ્તાહમાં જ વિક્કી કૌશલની ફિલ્મ 'ઉરી'ની છપ્પર ફાડ કમાણી, જાણો
1/3

આ યાદીમાં કુલ 70.94 કરોડની કમાણી સાથે ફિલ્મ ઉરી પ્રથમ સ્થાન પર છે. ત્યારબાદ આયુષ્માન ખુરાનાની ફિલ્મ બધાઈ હો છે. ફિલ્મે પ્રથમ સપ્તાહમાં કુલ 66.10 કરોડની કમાણી કરી હતી. બાદમાં શ્રદ્ધા કપુર અને રાજકુમાર રાવની ફિલ્મ સ્ત્રી છે, ફિલ્મે રિલીઝના પ્રથમ સપ્તાહમાં કુલ 60.39 કરોડની કમાણી કરી લીધી હતી. ચોથા સ્થાન પર આલિયા ભટ્ટની ફિલ્મ રાઝી છે, ફિલ્મે પ્રથમ સપ્તાહમાં 56.59 કરોડની કમાણી કરી હતી.
2/3

મુંબઈ: વિકી કૌશલની ફિલ્મ 'ઉરી ધ ર્જિકલ સ્ટ્રાઈક' બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. ફિલ્મ રિલીઝ થયાના પ્રથમ સપ્તાહમાં જ ગત વર્ષની ઘણી ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા છે. આ ફિલ્મે વર્ષ 2018ની ઘણી હિટ ફિલ્મોને બોક્સ ઓફિસ પર પાછળ છોડી દિધી છે અને તેમાં તેની પોતાની ફિલ્મ 'રાઝી' પણ સામેલ છે.
Published at : 18 Jan 2019 07:55 PM (IST)
View More





















