આ ફિલ્મે પહેલા દિવસે જ 8.20 કરોડ રૂપિયાની ઓપનિંગ કરી છે. ફિલ્મે ઓપનિંગ પછી સતત કમાણીમાં વધારો કર્યો છે. 2016માં થયેલી સર્જિકલ સ્ટ્રાઇક પર બનેલી આ ફિલ્મમાં અભિનેતા વિક્કી કૌશલ તેમજ મોહિત રૈના લીડ રોલમાં જોવા મળ્યા છે.
2/3
આ ફિલ્મના લીડ એક્ટર વિક્કી કૌશલ માટે આ મોટી ખુશ ખબર છે. સોલો એક્ટરના રૂપમાં આ તેની પ્રથમ 200 કરોડની ફિલ્મ છે. આ ફિલ્મ સત્ય ઘટના પર આધારિત છે.
3/3
મુંબઈ: વિક્કી કૌશલ અને યામી ગૌતમની ફિલ્મ 'ઉરી' બોક્સ ઓફિસ પર હજુ પણ શાનદાર કમાણી કરી રહી છે. સર્જીકલ સ્ટ્રાઈક બનેલી ફિલ્મ ઉરી 200 કરોડના ક્લબમાં સામેલ થઈ છે. જ્યારે વિદેશી બોક્સ ઓફિસ પર ઉરીએ 300 કરોડની કમાણી કરી લીધી છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ચાર સપ્તાહ પૂર્ણ કર્યા છે. આ ફિલ્મ 11 જાન્યુઆરીના સિનેમામાં રિલીઝ થઈ હતી અને રિલીઝ બાદ 28 દિવસમાં ફિલ્મે 200 કરોડ કરતા વધારેની કમાણી કરી છે.