એક્ટર વિદ્યુત જામવાલે એક્સરસાઈઝ દ્વારા નપુસંકતાની સારવાર બતાવી, જુઓ વીડિયો
વિદ્યુત જામવાલે 2011માં જ્હોન અબ્રાહમ અભિનીત ફિલ્મ ફોર્સથી બોલિવૂડમાં પોતાની શરૂઆત કરી હતી.
નવી દિલ્હીઃ અભિનેતા અને માર્શલ આર્ટ્સ એક્સપર્ટ વિદ્યુત જામવાલ એક ફિટનેસ ફ્રીક છે અને તે ઇચ્છે છે કે લોકો સેક્સુઅલ સ્વાસ્થ્ય વિશે ખુલીને વાત કરે. અભિનેતાએ મંગળવારે પોતાના ઇન્સ્ટાગ્રામ પર સેક્સુઅલ હેલ્થ વિશે એક પોસ્ટ શેર કરી છે.
પોસ્ટમાં એક્ટરે એ પણ કહ્યું કે તે એવા 19 આસન શેર કરી રહ્યા છે જે ઇરેક્ટાઇલ ડિસફેંક્શનથી પીડિત લોકોની મદદ કરી શકે છે, જેને લોકો તેની યૂટ્યૂબ ચેનલ પર પણ જોઈ શકે છે.
પોસ્ટમાં જામવલે કહ્યું કે, “સમય આવી ગયો છે કે આપણે સેક્સુઅલ હેલ્થ અને ઇરેક્ટાઇલ ડિસફંક્શન વિશે ચર્ચા કરે. દસમાંથી એક પુરુષ ઇરેક્ટાઇલ ડિસફંક્શનથી પીડિત હોઈ શકે છે. કલારીસૂત્ર, 19 આસનોનો એક સેટ છે, જેનો રોજ અભ્યાસ કરવામાં આવે તો તે તમારા રક્ત પ્રવાહને ફરીથી જીવંત કરવા અ જાતીય ઉર્જાને ફરીથી જીવંત બનાવવામાં મદદ કરશે. સેક્સુઅલ હેલ્થ સમગ્ર સ્વાસ્થ્યનો એક મુખ્ય ભાગ છે અને તેના વિશે વધારે ખુલીને વાત કરવી જોઈએ જેથી આ ટેબૂને દૂર કરી શકાય. આ આસનનો સમગ્ર વીડિયો મારા યૂટ્યૂબ ચેનલ પર છે.”
View this post on Instagram
વિદ્યુત જામવાલે 2011માં જ્હોન અબ્રાહમ અભિનીત ફિલ્મ ફોર્સથી બોલિવૂડમાં પોતાની શરૂઆત કરી હતી. એક્ટરે પોતાની શાનદાર બોડી અને શાનદાર એક્શન મૂવ્સ દ્વારા બધાનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું હતું. ત્યાર બાદ તે કમાન્ડો, શક્તિ, ખુદા હાફિઝ જેવી અનેક ફિલ્મોમાં જોવા મળ્યા છે.