શોધખોળ કરો
સલમાન ખાનના બંગલા પર ક્રાઈમ બ્રાન્ચની રેડ, કારણ જાણીને રહી જશો દંગ
આરોપી રાણાની ધરપકડ ત્રણ દશક જૂના ચોરી અને મારપીટના મામલે કરવામાં આવી છે.

મુંબઈઃ બોલિવુડ એકટર સલમાન ખાનના બંગલે બુધવારે ક્રાઇમ બ્રાંચે દરોડા પાડ્યા હતાં. બંગલેથી એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. જેના પર ચોરી અને મારપીટનો કેસ હતો. આ 62 વર્ષીય શખ્સનું નામ સિદ્ધેશ્વર રાણા છે જે ગત 15-20 વર્ષથી સલમાન ખાનના ત્યાં કામ કરી રહ્યો હતો. પોલીસે જણાવ્યું કે રાણાએ પોતાની ઓળખ બદલી હતી અને છેલ્લા ત્રણ દાયકાથી છુપાઈ ગયો હતો. વરિષ્ઠ પોલીસ નિરીક્ષક નિનાદ સાવંતે જણાવ્યું હતું કે, રાણા અને કેટલાક અન્ય લોકો ચોરીમાં સંડોવાયેલા હતા અને ક્રાઈમ બ્રાંચે 1990માં તેમની ધરપકડ કરી હતી. તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તે લગાતાર પોલીસને ચકમો આપતાં રહ્યાં. મીડિયા રિપોર્ટસ અનુસાર, આરોપી રાણાની ધરપકડ ત્રણ દશક જૂના ચોરી અને મારપીટના મામલે કરવામાં આવી છે. આ મામલે જામીન પર બહાર આવ્યા બાદ રાણા ફરાર થઇ ગયો હતો અને ત્યારથી જ પોલીસ તેની તલાશમાં હતી. હવે પોલિસ તેની વિરુદ્દ પૂરાવા મેળવવામાં લાગી ગઈ છે. તો હવે જોવુ રહ્યું કે સલમાન આ બધા જ મુદ્દે ક્યારે મૌન તોડે છે. રાણાની વિરુદ્ધ મુંબઈની અદાલતે બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું, જેના પગલે મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાંચના યુનિટએ તેમને પકડવા દાવપેચ શરૂ કર્યા હતી. પરંતુ તે શોધવામાં અસમર્થ રહ્યા હતા. તાજેતરમાં પોલીસને બાતમી મળી હતી કે રાણા છેલ્લા 20 વર્ષથી ગોરાઇ બીચ વિસ્તારમાં એક મકાનમાં રહે છે. ત્યારબાદ સાદા કપડામાં અધિકારીઓ સલમાન ખાનના બંગલા પર પહોંચ્યા જ્યાં તેમણે રાણાને જોયો. પોલીસે તે વ્યક્તિની પુછપરછ કરીને નક્કી કરી લીધું કે ગુનો કર્યો હતો આ તે જ વ્યક્તિ છે. જણાવવામાં આવી રહ્યું છે કે મુબઇની ક્રાઇમ બ્રાન્ચે સલમાન ખાનને તેની જાણકારી આપ્યા વિના જ તેના બંગલે દરોડા પાડ્યા અને આરોપીની ધરપકડ કરી. કહેવામાં આવી રહ્યું છે કે આ મામલે હવે સલમાન ખાનની પણ પૂછપરછ કરવામાં આવી શકે છે. ક્રાઇમ બ્રાન્ચ તે જાણવાનો પ્રયાસ કરશે કે આખરે સલમાન ખાન, આરોપી રાણાના સંપર્કમાં ક્યારે, કેવી રીતે અને કોના દ્વારા આવ્યો હતો.
વધુ વાંચો





















