શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
આ બોલિવૂડ એક્ટ્રેસે પતિને છોડીને અન્ય વ્યક્તિ સાથે સેલિબ્રેટ કર્યો બર્થડે, લોકોએ કહ્યું- આ જ તારો પતિ.....
રાખી પોતાના પતિ વિશે વાત કરતી રહે છે, પરંતુ તેનો પતિ કોણ છે, કેવો દેખાય છે તેના વિશે કોઈને ખબર નથી.
![આ બોલિવૂડ એક્ટ્રેસે પતિને છોડીને અન્ય વ્યક્તિ સાથે સેલિબ્રેટ કર્યો બર્થડે, લોકોએ કહ્યું- આ જ તારો પતિ..... watch rakhi sawant celebrates her birthday with someone special is he rakhi husband ritesh આ બોલિવૂડ એક્ટ્રેસે પતિને છોડીને અન્ય વ્યક્તિ સાથે સેલિબ્રેટ કર્યો બર્થડે, લોકોએ કહ્યું- આ જ તારો પતિ.....](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/11/27074323/rakhi-sawant-video-pictures-social-media-users.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ બોલિવૂડની કોન્ટ્રોવર્સી ક્વીન રાખી સાવંત છેલ્લા ઘણાં સમયથી પોતાના લગ્નને લઈને ચર્ચામાં છે. રાખી સાવંતનું કહેવું છે કે તેણે લગ્ન કરી લીધા છે, પરંતુ તેનો પતિ કોણ છે તે આજ સુધી કોઈને ખબર નથી અને ન તો તેના પતિની કોઈ તસવીર આજ સુધી સામે આવી છે.
રાખી પોતાના પતિ વિશે વાત કરતી રહે છે, પરંતુ તેનો પતિ કોણ છે, કેવો દેખાય છે તેના વિશે કોઈને ખબર નથી. એટલું જ નહીં રાખીએ પોતાના હનીમૂન પર પણ પતિની કોઈ તસવીર શેર કરી ન હતી. પરંતુ હાલમાં જ રાખીએ પોતાનો 41મો બર્થડે સેલિબ્રેટ કર્યો જેમાં તેના મિત્રોની સાથે એક વ્યક્તિ જોવા મળી રહી છે. જો કે રાખી સાવંતના આ બર્થ ડે પર પણ તેનો પતિ રિતેશ નજરે નહતો પડ્યો.
રાખીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલાક વીડિયો શેર કર્યા છે. જેમાં તે પોતાનો બર્થ ડે ઉજવી રહી છે. આ વીડિયામાં તે એક ટેબલ પર ઊભી છે. અને સામે એક યુવક હાથમાં કેક લઇને ઊભો છે. અને પહેલા તો આ યુવકે રાખીની કેકથી આરતી ઉતારી પછી તેણે રાખીને દૂરથી કેકની કેન્ડલને ફૂંક મારવાનું કહ્યું, જો કે રાખી તેવું કરી ના શકી. જો કે વીડિયો જોઇને લાગે છે કે રાખી કોઇ રેસ્ટોરન્ટમાં ગઇ હતી. અને ત્યાં સ્ક્રીન પર ફૂટબોલ મેચ ચાલી રહી હતી.View this post on Instagram
બીજા વીડિયોમાં તે પોતાના બર્થ ડે મીલને એન્જોય કરતી નજરે પડે છે. અને આ વીડિયોમાં તે પોતાના પતિ રિતેશને આઇ લવ યૂ કહેતી જોવા મળી રહી છે. જો કે વીડિયો જોઇને લાગી રહ્યું છે કે રાખી પોતાના જન્મદિવસની પાર્ટીને ખૂબ જ એન્જોય કરી હતી. અને સ્પેશયલ દિવસે પણ રાખીના પતિના દર્શન દુર્લભ જ રહ્યા હતા.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)