Watch: Alia Bhatt ને જોતાં જ ભીડ દોડી આવી, થનારી પત્નીને કેવી રીતે રણબીરે કરી પ્રોટેક્ટ?
રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટ (Alia Bhatt) બોલીવૂડા મોસ્ટ અડોરેબલ કપલ્સમાં આવે છે. બંને વચ્ચે ખૂબ જ સારી કેમેસ્ટ્રી છે. તાજેતરમાં જ ક્યૂટ કપલ જુહૂની એક રેસ્ટોરન્ટ બહાર સ્પોટ થયું હતું.
Ranbir Kapoor Protect Alia Bhatt: રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટ (Alia Bhatt) બોલીવૂડા મોસ્ટ અડોરેબલ કપલ્સમાં આવે છે. બંને વચ્ચે ખૂબ જ સારી કેમેસ્ટ્રી છે. તાજેતરમાં જ ક્યૂટ કપલ જુહૂની એક રેસ્ટોરન્ટ બહાર સ્પોટ થયું હતું. જ્યાં બંને ડિનર માટે પહોંચ્યા હતા. આલિયાને જોતા જ લોકો તેની તરફ દોડી ગયા હતા. જેમનાથી આલિયાને રણબીર દૂર કરતો નજરે પડ્યો હતો.
આલિયા ભટ્ટ સાથે ડિનર માટે બહેન શાહીન અને અનુષ્કા રંજન પણ પહોંચી હતી. ડિનર પછી તેઓ બહાર નીકળ્યા તો તેમને લોકોએ ઘેરી લીધા હતા. આ સમયે પાપારાજી પણ ભેગા થઈ ગયા હતા.
View this post on Instagram
વન સાઇડ ઓફ સોલ્ડર ડ્રેસમાં આલિયા ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેણે પોતાની બહેન શાહીનને પોતાની કારમાં બેસાડી અને પછી તે પોતાની કાર તરફ પરત ફરી રહી હતી ત્યારે લોકો તેની તરફ આવી ગયા હતા. આલિયા તરફ ભીડ જતી જોઇ રણબીર કપૂર તેની પાસે દોડી ગયો હતો અને તેને કારમાં બેસાડી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.
તમને જણાવી દઈએ કે આલિયા અને રબબીરના લગ્નના સમાચાર છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. થોડા સમય પહેલા અહેવાલો આવ્યા હતા કે તેઓ ડિસેમ્બરમાં લગ્ન કરી શકે છે. જોકે, વર્ક કમિટમેન્ટને કાણે બંનેએ લગ્ન ટાળી દીધા હતા. મીડિયા રિપોર્ટનું માનીએ તો બંને એપ્રિલમાં લગ્ન કરી શકે છે.
આલિયાની આરઆરઆર ટૂંકમાં જ રિલીઝ થવા જઈ રહી છે. આ ઉપરાંત આલિયા અને રણબીર બ્રહ્માશાસ્ત્રમાં સાથે જોવા મળશે.