ઉલ્લેખનીય છે કે આમિર ખાનની ફિલ્મ મહાભારત પાંચ ફિલ્મોની એક સીરિઝ હશે. આ ફિલ્મનું બજેટ 1000 કરોડ રુપિયા છે. પ્લાન અનુસાર, સીરિઝની દરેક ફિલ્મ લગભગ બે વર્ષના ગેપ પછી રીલિઝ કરવામાં આવશે. એટલે કે આગામી 10 વર્ષ સુધી આમિર ખાન પોતાના આ પ્રોજેક્ટને કારણે વ્યસ્ત રહેશે.
2/5
સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર સલમાન ખાન મહાભારત પર ફિલ્મ બનાવવા માગતો હતો જ્યારે તેને આમિરના પ્રોજેક્ટ વિશે જાણકારી મળી તો તેણે તેમાં કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી અને બાદમાં આમિરે સલમાનને કૃષ્ણનો રોલ ઓફર કર્યો. સલમાને આમિર ખાનના આ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો છે કે નહીં તે વાતની હજી પૃષ્ટિ નથી થઈ શકી.
3/5
જો સલમાન આ ઓફર સ્વીકારી લેશે તો 24 વર્ષ પછી આમિર-સલમાનની જોડી મોટા પડદે એકસાથે જોવા મળશે. એક રિપોર્ટ અનુસાર, સલમાન ખાન પણ પાછલા ઘણાં વર્ષોથી ‘મહાભારત’થી પ્રેરિત કોઈ ફિલ્મ બનાવવાનો વિચાર કરી રહ્યો હતો. જ્યારે તેને આમિરના આ પ્રોજેક્ટ વિષે જાણ થઈ તેણે તેનો ભાગ બનવાની ઈચ્છા જાહેર કરી.
4/5
કહેવાય છે કે મહાભારતમાં આમિર ખાન કર્ણની ભૂમિકા જ્યારે સલમાન ખાનને કૃષ્મની ભૂમિકા ઓફર કરવામાં આવી છે. કહેવાય છે કે, આમિર ખાને પોતે સલમાન ખાન સમક્ષ આ પ્રસ્તાવ મુક્યો છે. આ પહેલા એવી ચર્ચા હતી કે મહાભારતમાં આમિર ખાન કૃષ્ણની ભૂમિકા ભજવશે.
5/5
નવી દિલ્હીઃ આમિર કાનની મહાભારત માટે કાસ્ટિંગની ચર્ચા હાલમાં જોરશોરથી ચાલી રહી છે. એક બાજુ ફિલ્મની સ્ક્રિપ્ટ પર ઝડપથી કામ ચાલી રહ્યું છે તો બીજી બાજુ ફિલ્મના કાસ્ટિંગને લઈને અનેક અફવાઓ ઉડી રહી છે. કહેવાય છે કે, આમિર ખાન પોતાના ઠગ્સ ઓફ હિન્દુસ્તાનના કોસ્ટાર અમિતાભ બચ્ચનને ધૃતરાષ્ટ્રની ભૂમિકા ઓફર કરી ચૂક્યા છે તો હવે સલમાન ખાનની ભૂમિકાને લઈને મહત્ત્વના અહેવાલ સામે આવ્યા છે.