Hun To Bolish : હું તો બોલીશ : યુવકો નોકરી શોધે પણ સરકાર તો નિવૃત્ત શોધે
Hun To Bolish : હું તો બોલીશ : યુવકો નોકરી શોધે પણ સરકાર તો નિવૃત્ત શોધે
ગુજરાતના પ્રવાસન વિભાગે એક એવો નિર્ણય લીધો છે જે રાજ્યના બેરોજગાર યુવાનો માટે અન્યાય સમાન માનવામાં આવી રહ્યો છે....પ્રવાસન વિભાગના વિકાસ માટે યુવા, શિક્ષિત અને ક્વોલિફાઇડ લોકોની ભરતી કરવાની જગ્યાએ હવે નિવૃત અધિકારીઓને જવાબદારી સોંપવાનો નિર્ણય લેવાયો છે....પ્રવાસન વિભાગની કુલ 25 જગ્યાઓ માટે નિવૃત અધિકારીઓ પાસેથી અરજી માંગવામાં આવી છે....જેમાં પ્રવાસન નાયબ કમિશનરની 4, સહાયક કમિશનરની 8, સિવિલ એન્જિનિયર માટે 5 અને જિલ્લા પ્રવાસન વિકાસ અધિકારીની 8 જગ્યાઓ માટે જાહેરાત કરી છે...જાહેરાત મુજબ, અધિક કલેક્ટરથી લઈને નગરપાલિકાના ચીફ ઓફિસર સુધીના નિવૃત અધિકારીઓ હવે આ જગ્યાઓ માટે અરજી કરી શકે છે....મોટા પાયે ઉચ્ચ પદેથી નિવૃત થયેલા અધિકારીઓને ખાસ પગાર આપીને પુનર્નિયુક્ત કરવાની પ્રક્રિયા આદેશ મુજબ શરૂ કરવામાં આવી છે....તો બીજી તરફ સવાલ એ છે કે, જ્યારે રાજ્યમાં હજારો ક્વોલિફાઇડ બેરોજગાર યુવાનો તકની રાહ જોઈ રહ્યા છે, ત્યારે સરકાર વારંવાર આવા પરિપત્રો બહાર પાડી ફરી નિવૃત અધિકારીઓને પ્રાથમિકતા કેમ આપી રહી છે?
------------------
નિવત શિક્ષકોની ભરતી પરિપત્ર
25 જુલાઈએ રાજ્ય સરકારે નિવૃત શિક્ષકોને જ્ઞાન સહાયક તરીકે ભરતી કરવાનો નિર્ણય કર્યો હતો...જે અંગે 26 જુલાઈએ હું તો બોલીશમાં યુવાન બેકાર, સિનિયર સિટીઝનને નોકરી શીર્ષક હેઠળ અહેવાલ પ્રસારિત કર્યો હતો.. જેમાં જ્ઞાનસહાયક બાદ પણ જગ્યા ખાલી રહેતા 62 વર્ષથી નીચી વયના નિવૃત શિક્ષકોને કામચલાઉ ભરતી કરવાનો સરકારે નિર્ણય લીધો હતો....અને જ્ઞાનસહાયકને જેટલું વેતન આપવાનું હતું તેટલું જ નિવૃત શિક્ષકોને વેતન આપવાનો પરિપત્ર હતો....ત્યારે એબીપી અસ્મિતાએ સ્પષ્ટ કર્યું હતું કે સરકારે આ નિર્ણય રદ કરવો જ પડશે....આખરે 28 જુલાઈએ સરકારે આ નિર્ણયને લઈને યુ-ટર્ન લેવો પડ્યો...અને આ પરિપત્ર રદ કરવો પડ્યો....
------------------
GPSCએ પરિણામ જાહેર નથી કર્યું
ગુજરાત જાહેર સેવા આયોગે એક વર્ષથી મેઈન્સનું પરિણામ જાહેર નથી કર્યું....GPSC મારફતે ક્લાસ 1-2ની 2023-24ની ભરતી જાહેરાત અંતર્ગત જાન્યુઆરી 2024માં પ્રિલિમ્સ પરીક્ષા લેવાઈ હતી....જેમાં ક્વોલિફાઈ થનારા અંદાજે 9900 જેટલા ઉમેદવારોએ ઓક્ટોબર 2024માં મેઈન્સ પરીક્ષા આપી હતી....મેઈન્સ પરીક્ષાને એક વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો છે પરંતુ હજુ સુધી GPSCએ પરિણામ જાહેર નથી કર્યું...GPSC દ્વારા પરિણામ ક્યારે જાહેર થશે અને ક્યારે ઇન્ટરવ્યુ લેવાશે તેની કોઈ જ સ્પષ્ટતા નથી કરાતી....જેથી નવી ભરતી પરીક્ષાઓ આપવી કે નહીં તેની મુંઝવણમાં ઉમેદવારો મૂક્યા છે...





















