Hun To Bolish : હું તો બોલીશ : કોપી પેસ્ટ યુનિવર્સિટી, પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : કોપી પેસ્ટ યુનિવર્સિટી, પાર્ટ-2
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના છબરડા બાદ હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ભોપાળુ બહાર આવ્યું છે....એક અધ્યાપકના પાપે 2200 વિદ્યાર્થીને ફરીથી પ્રોગામિંગ ઈન પાયથનની પરીક્ષા આપવી પડશે...જામનગરની એચ.જે દોશી કોલેજના પ્રિન્સિપાલે પોતાની કોલેજમાં ઇન્ટર્નલ પરીક્ષા માટે જે પેપર કાઢયું હતું....તે જ પેપર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મુખ્ય પરીક્ષામાં કાઢવામાં આવતા ABVPના કાર્યકર્તાઓએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું...જેમાં બંને પેપર એક સરખા હોવાનું સાબિત થતા યુનિવર્સિટીએ પેપર રદ કરવું પડ્યું છે....હવે આ થિયરી પેપર 22 નવેમ્બરના રોજ લેવામાં આવશે....જેનાથી 2200 વિદ્યાર્થીઓને મુશ્કેલી ભોગવવી પડશે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ પરીક્ષા નિયામકે બુધવારના એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો...જેમાં ઉલ્લેખ કરાયો કે, ગત 12 નવેમ્બરના લેવાયેલુ બીસીએસ સેમેસ્ટર 5નું પ્રોગ્રામિંગ ઇન પાયથન નામનું થિયરીનું પેપર એક સરખું નીકળ્યું હોવાથી આ પેપર રદ કરવામાં આવ્યું છે....હવે આ આ પેપર 22 નવેમ્બરના રોજ લેવામાં આવશે....જોકે તેમાં ગંભીર ભૂલ કરતા અધ્યાપકને કોઈપણ જાતની સજા જાહેર કરવામાં આવી નથી કે આ અધ્યાપકની ભૂલના કારણે ફરીથી પેપર લેવાની ફરજ પડી છે તેવું પણ પરિપત્રમાં ક્યાંય લખવામાં આવ્યું નથી....જેથી યુનિવર્સિટી અધ્યાપકને બચાવી રહી હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે...





















