શોધખોળ કરો
Advertisement
‘યે રિશ્તા’ ફેમ શિવાંગી જોશીનું નવું ફોટોશૂટ થયું વાયરલ, જુઓ તસવીરો
ટીવી સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ દર્શકોને ખૂબ પસંદ આવી રહી છે. હાલ ‘નાયરા’ની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.
ટીવી સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ દર્શકોને ખૂબ પસંદ આવી રહી છે. સીરિયલની લીડ એક્ટ્રેસ શિવાંગી જોશીને ‘નાયરા’નો રોલ કરવા માટે ‘બેસ્ટ એક્ટ્રેસ એવોર્ડ’ મળ્યો હતો. દર્શકોને સીરિયલમાં ‘કાર્તિક’ અને ‘નાયરા’ની કેમિસ્ટ્રી પણ ખૂબ પસંદ આવી રહી છે.
હાલ ‘નાયરા’ની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. ફોટામાં તે ગોર્જિયસ લાગી રહી છે. પિંક લેયર ગાઉન પહેરીને ઘોડા પર બેઠેલી શિવાંગીની તસવીરને લોકો ખૂબ લાઇક કરી રહ્યા છે. તસવીરમાં તેણે વાળ પણ ખુલ્લા રાખ્યા છે.
‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’માં નાયરા અને કાર્તિક (મોહસીન ખાન)ની સંગીત સેરેમની શરૂ થઈ ચુકી છે. શોમાં બંને ફરી એક વખત લગ્ન કરવાના છે. અનેક ઉતાર-ચઢાવ બાદ બંનેએ ફરી એક થવાનો ફેંસલો કરી લીધો છે. શોમાં કાર્તિકે વેદીકાને તલાક પણ આપી દીધા છે.
શિવાંગી અને મોહસીન રિયલ લાઇફમાં પણ એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંનેની ઓનસ્ક્રીન અને ઓફસ્ક્રીન નામથી અનેક ફેનક્લબ પણ છે. (તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ) CAA: સુશાંત સિંહની ‘સાવધાન ઈન્ડિયા’માંથી હકાલપટ્ટી, વિદ્યાર્થીઓ સાથે વિરોધ પ્રદર્શનમાં લીધો હતો હિસ્સો ડુંગળી બાદ બટાકાના ભાવમાં પણ આવી તેજી, એક મહિના બાદ બજારમાં આવશે નવા બટાકાView this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દુનિયા
સુરત
Advertisement