શોધખોળ કરો
CAA: સુશાંત સિંહની ‘સાવધાન ઈન્ડિયા’માંથી હકાલપટ્ટી, વિદ્યાર્થીઓ સાથે વિરોધ પ્રદર્શનમાં લીધો હતો હિસ્સો
મુંબઈ યુનિવર્સિટીમાં સોમવારે સાંજે પ્રદર્શનમાં સામેલ થઈને સુશાંત સિંહે આ કાયદા અને વિદ્યાર્થીઓ સાથે થયેલી હિંસા સામે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તેના થોડા જ કલાકો બાદ ચેનલ તરફથી તેને શોમાં હોસ્ટ તરીકે જરૂર ન હોવાનું અને 20 ડિસેમ્બર શૂટિંગનો છેલ્લો દિવસ હોવાનો મેસેજ આવ્યો હતો.

મુંબઈઃ છેલ્લા સાત વર્ષથી લોકપ્રિય ટીવી શો સાવધાન ઈન્ડિયાને હોસ્ટ કરતા જાણીતા અભિનેતા સુશાંત સિંહને ભારતીય નાગરિકતા સંશોધન કાયદો અને જામિયા મિલ્લિયા ઈસ્લામિયામાં વિદ્યાર્થીઓ સાથે બનેલી ઘટનાના વિરોધમાં એક પ્રદર્શનમાં હિસ્સો લેવા માટે શોમાં હાંકી કાઢવામાં આવ્યા છે. સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ્સ એસોસિએશનના સચિવ સુશાંત સિંહે કહ્યું કે, ભારતીય નાગરિકતા સંશોધન કાયદો ધર્મના આધારે વિભાજન કરતો કાનૂન છે. જેનો હું સખત વિરોધી છું.
મુંબઈ યુનિવર્સિટીમાં સોમવારે સાંજે પ્રદર્શનમાં સામેલ થઈને સુશાંત સિંહે આ કાયદા અને વિદ્યાર્થીઓ સાથે થયેલી હિંસા સામે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તેના થોડા જ કલાકો બાદ ચેનલ તરફથી તેને શોમાં હોસ્ટ તરીકે જરૂર ન હોવાનું અને 20 ડિસેમ્બર શૂટિંગનો છેલ્લો દિવસ હોવાનો મેસેજ આવ્યો હતો.
એબીપી ન્યૂઝે જ્યારે તેને શોમાં હાંકી કાઢવામાં આવ્યો હોવાનો સવાલ પૂછ્યો તો તેણે આ મુદ્દે ખુલીને વાત કરી નહોતી. માત્ર એટલું જ કહ્યું કે એક સંયોગ હોઇ શકે છે અને તેનો કોઇ અર્થ ન કાઢવો જોઈએ.
ટ્વિટર પર સાવધાન ઈન્ડિયા સાથે ઈનિંગના અંતની જાહેરાત કરનારા સુશાંત સિંહને જ્યારે એક ફોલોએર પૂછ્યું, શું તમે સાચું બોલવાની કિંમત ચૂકવી છે ? જેનો જવાબ આપતાં સુશાંતે કહ્યું, ખૂબ નાની કિંમત મારા દોસ્ત. ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુને શું જવાબ આપશો?
GST કાઉન્સિલની આવતીકાલે બેઠક, દર વધારવા પર થઈ શકે છે ફેંસલો
ડુંગળી બાદ બટાકાના ભાવમાં પણ આવી તેજી, એક મહિના બાદ બજારમાં આવશે નવા બટાકા
વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેનનો હુંકાર, કહ્યું- કોહલી-રોહિતને પછાડવા પર છે મારી નજર
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
મનોરંજન
દેશ
બોલિવૂડ
Advertisement