(Source: ECI/ABP News/ABP Majha)
Zomatoની નવી એડમાં Katrina Kaif અને Hrithik Roshan દેખાતા, લોકોએ કંપનીનો હૂરિયો બોલાવ્યો, જાણો શું છે મામલો
ઝોમૈટોની આ એડની સોશ્યલ મીડિયા પર જોરદાર ધજ્જીયાં ઉડાવવામાં આવી રહી છે, કેટલાક લોકોએ કૉમેન્ટ કરતા એટલે સુધી કહી દીધુ છે આ જાહેરાતમાં ફક્ત દેખાડો કરવામાં આવી રહ્યો છે,
Zomato new ad controversy: તાજેતરમાં જ ઝોમૈટો (Zomato) એ બે નવી એડ રિલીઝ કરી છે. આમાં ઝોમૈટોના ડિલીવરી બૉય ઋત્વિક રોશન અને કેટરીના કૈફના ઘરે ડિલીવરી કરવા જાય છે, અને સામે તેને જોઇને પોતાના કામ પ્રત્યે કમિટમેન્ટ બતાવતા ત્યાંથી નીકળી જાય છે. તે સેલિબ્રિટીના ચાર્મમાં પોતાના કામને ના ભૂલતા તમામ કસ્ટમર્સના પ્રત્યે સમાન ભાવના રાખવાનો મેસેજ આપે છે. ઝોમૈટોએ આની ટેગલાઇન રાખી છે- હર કસ્ટમર હૈ સ્ટાર.....
આ એડના માધ્યમથી ઝોમૈટો પોતાના ડિલીવરી બૉયના કમિટમેન્ટને તો બતાવવા માગે જ છે સાથે સાથે એ મેસેજ પણ આપવા માંગે છે કે ભલે સેલિબ્રિટી હોય કે સામાન્ય માણસ, તેના માટે દરેક કસ્ટમર એક જોવો જ છે. સમય પર ડિલીવરી કરવી તેનો મુખ્ય મૉટો છે, પરંતુ વર્તમાન માહોલમાં આ એડને પ્રસંશાની જગ્યાએ વિરોધ અને નિંદાથી ઘેરી લેવામાં આવી છે.
‘ટોન ડેફ’ કૉમર્શિયલ!
ઝોમૈટોની આ એડની સોશ્યલ મીડિયા પર જોરદાર ધજ્જીયાં ઉડાવવામાં આવી રહી છે, કેટલાક લોકોએ કૉમેન્ટ કરતા એટલે સુધી કહી દીધુ છે આ જાહેરાતમાં ફક્ત દેખાડો કરવામાં આવી રહ્યો છે, જ્યારે કંપની ડિલીવરી બૉયના પ્રત્યે બિલકુલ પણ સંવેદના નથી રાખતી.
કેટલીક કૉમેન્ટ્સમાં લોકોએ કહ્યું કે, વર્તમાન સમયમાં કંપનીની પાસે આટલા મોટા સ્ટાર્સને હાયર કરવાના પૈસા છે, અને ડિલીવરી બૉય જેવા જરૂરિયાતમંદો પર, તેની ખરાબ સ્થિતિ પર કોઇ ધ્યાન નથી આપી રહી.
ચારેય બાજુએથી આવી રહેલા ક્રિટિસિસ્મને જોઇને કંપનીએ આગળ આવીને સ્પષ્ટ કરવી પડી.
શું કહ્યું ઝોમૈટો કંપનીએ પોતાની સ્પષ્ટતામાં-
જ્યારે આ નવી જાહેરાતે સોશ્યલ મીડિયાનો પારો ચઢાવ્યો તો કંપનીએ ટ્વીટર પર આવીને સ્પષ્ટતા કરી. ઝોમૈટોએ ક્લેરીફિકેશન આપતા કહ્યું કે, આ એડ ઘણા સમય પહેલા પ્લાન કરવામાં હતી, અને આનુ શૂટિંગ બે મહિના પહેલા થયુ છે. તે સમયે આ રીતનો કોઇ માહોલ ન હતો. જ્યાં ડિલીવરી બૉયની સેલીરી કે કામ કરવાની કન્ડીશન્સ પર સવાલ ઉઠાવી રહ્યાં છો.
કંપનીએ આગળ કહ્યું કે આ જાહેરાતના માધ્યમથી તે ડિલીવરી બૉયના માધ્યમથી દર્શાવવા ઇચ્છે છે કે જેથી લોકો તેમની ઇજ્જત કરે. તેમને ડિલીવરી બૉયને અસલ હીરો બતાવતા કસ્ટમર્સ સુધી આ મેસેજ પહોંચાડવાની કોશિશ કરી છે, તેમને સારી રીતે ટ્વીટ કરે.
The other side of the story... pic.twitter.com/hNRj6TpK1X
— zomato (@zomato) August 30, 2021