એરટેલ અત્યારુ સુધી યૂઝર્સને ફી એરટેલ ટીવી એપ ઉપરાંત અમેઝોન પ્રાઇમ વીડિયો ચેનલનું સબ્સક્રિપ્શન આપતી હતી. ખાસ કરીને અમેઝોન પ્રાઇમ વીડિયો માટે ગ્રાહકોને 999 રૂપિયાની વાર્ષિક ફી ભરવાની હોય છે, પણ એરટેલ યૂઝર્સ આ સબ્સક્રિપ્શનને એક વર્ષ માટે ફ્રીમાં મેળવે છે.
2/6
મોબાઇલ ઇન્ડિયનના એક રિપોર્ટ અનુસાર, મે મહિનામાં એરટેલ અને નેટફ્લિક્સની વચ્ચે ભાગીદારી થઇ શકેે છે. જો આમ થશે તો એરટેલ યૂઝર્સને નેટફ્લિક્સની કન્ટેન્ટનો ફ્રી એક્સેસ મળશે. જ્યાં યૂઝર કેટલીય ઇન્ટરનેશનલ સીરીઝ, મૂવીઝની મજા લઇ શકશો.
3/6
4/6
નવી દિલ્હીઃ દેશની દિગ્ગજ ટેલિકૉમ ઓપરેટર એરટેલ પોતાના યૂઝર્સ માટે બેસ્ટ ગિફ્ટ લઇને આવી રહી છે. રિપોર્ટ છે કે ટુંકસમયમાં એરટેલ યૂઝર્સને ફેમસ વીડિયો સ્ટ્રીમિંગ ચેનલ નેટફ્લિક્સનું ફ્રી સબ્સક્રિપ્શન આપી શકે છે. એરટેલ અમેરિકન વીડિયો કન્ટેન્ટ કંપની નેટફ્લિક્સની સાથે હાલ વાતચીત કરી રહી છે.
5/6
આ ઓફર કંપનીના પૉસ્ટપેડ યૂઝર્સ માટે છે. આ ઓફર માત્ર એરટેલ ઇન્ફિનિટી પ્લાન્સ વાળા યૂઝર્સ માટે છે, જેમાં 499, 799 અને 1199 રૂપિયા વાળા પ્લાન સામેલ છે.
6/6
નેટફ્લિક્સ ભારતમાં વર્ષ 2016માં આવી અને પોતાની બેસ્ટ સીરીઝના કારણે લોકોની વચ્ચે ઓછા સમયમાં છવાઇ ગઇ. આ પ્લાન 500 રૂપિયા પ્રતિ મહિનાથી શરૂ થાય છે. આ પ્લાનમાં એક સમયે એક જ લોકો નેટફ્લિક્સ એક્સેસ કરી શકે છે સાથે તેમાં HD ક્વૉલિટી નથી મળતી.