ઉલ્લેખનીય છે કે છેલ્લા 6 વર્ષથી સિલિકોન વેલીની તમામ ફેસબુક, ગુગલ સહિત અન્ય કંપનીઓ ભુલ અને ખામી શોધવા માટે હેકરોને મોટી રકમ આપતી આવી છે. જો કે એપલ આવું પહેલી વાર કરી રહ્યું છે.
2/4
ગુરુવારે બ્લેક હેટ હેકિંગ કોન્ફરન્સમાં એપલ તરફથી આ જાહેરાત કરવામાં આવી હતી. જે હેકર કંપનીના ડિજિટલ કંપાર્ટમેંટમાં ખામીઓ શોધવામાં સફળ રહેશે તો તે હેકરને રૂપિયા 16 લાખ મળશે.
3/4
ગ્રાહકોના ડેટામાં બગ શોધી આપનારને લગભગ રૂપિયા 33 લાખ, અને જે હેકરે કંપનીના આઈક્લાઉડ ડેટામાં અથવા અન્ય કોઈ બહુ જ ગંભીર ખામી શોધશે તો એવા હેકરને રૂપિયા 1 કરોડ 33 લાખ આપવામાં આવશે.
4/4
એમેરિકા: હેકિંગમાં રસ ધરાવતા લોકો માટે વિશ્વની અગ્રણી કંપની એપલે ખાસ જાહેરાત કરી છે. ગુરુવારે એપલે જાહેરાત કરી હતી કે હેકરો જો એપલ પ્રોડક્ટમાંથી ખામીઓ શોધી આપે તો કંપની તેમને 1 કરોડ રૂપિયા સુધીનું ઈનામ આપશે.