આઇફોન સૌથી મોંઘો હેન્ડસેટ હોવાથી ભારતીય ગ્રાહકોમાં હજુ તેનું આકર્ષણ છે અને લોકો પોતાના માટે અને ગિફ્ટ કરવા એકથી વધુ હેન્ડસેટ ખરીદી રહ્યા છે. તાજેતરમાં લોન્ચ થયેલા આઇફોન ૭ પ્લસના પૂરતા સપ્લાયને કારણે નવેમ્બરમાં વેચાણને વેગ મળ્યો હતો. ચાલુ મહિને આઇફોન ૭ પ્લસની માંગ સૌથી વધુ રહી હતી. લગ્નની સિઝનને કારણે પણ આઇફોનની માંગને વેગ મળ્યો હતો.
2/5
નોટબંધીને કારણે મોબાઇલ હેન્ડસેટ માર્કેટને મોટો ફટકો પડ્યો છે ત્યારે નવેમ્બરમાં ૨૦-૩૦ ટકાની વેચાણવૃદ્ધિ સાથે લક્ષ્યાંક હાંસલ કરનારી એપલ એકમાત્ર સ્માર્ટફોન ઉત્પાદક છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દિવાળી પછી હેન્ડસેટનું વેચાણ અગાઉના વર્ષના સમાન ગાળાની તુલનામાં ૩૫-૫૦ ટકા ઘટ્યું છે.
3/5
નોટબંધી પછી મોટા ભાગના સ્ટોર્સમાં આઇફોનનો સ્ટોક ખાલી થઈ ગયો હતો. નોટબંધીની જાહેરાતના દિવસે જ ઘણા સ્ટોર્સે મધ્યરાત્રિ સુધી આઇફોનનું વેચાણ કર્યું હતું. નવી દિલ્હીના અગ્રણી સેલફોન સ્ટોરના માલિકના જણાવ્યા અનુસાર કેટલાકે તો પ્રીમિયમ ભાવ પણ લીધા હતા.
4/5
ઘણા ગ્રાહકો માટે જૂની નોટો વાપરવા આઇફોન સૌથી સુરક્ષિત ખરીદી હતી. વેપારીઓએ પણ દિવાળી પછીના મંદ વેચાણમાં આવેલી આ તકને ઝડપી લીધી હતી અને ગ્રાહકોને જૂની તારીખોમાં બિલ બનાવી આપ્યા હતા. જૂની તારીખનું બિલિંગ હવે તો થઈ શકે તેમ નથી, પણ રિટેલર્સના જણાવ્યા અનુસાર નોટબંધીને કારણે ગ્રે માર્કેટ 'ગુમ' થવાથી ભારતીય બજારમાં હજુ પણ આઇફોનનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે.
5/5
અમદાવાદઃ નોટબંધી બાદ લોકો કાળા નાણાંને સગેવગે કરવામાં આમ તેમ ફરતા રહે છે. પરંતુ જ્યારે જાહેરાત થઈ ત્યારે લોકોએ સૌથી પહેલા સોના તરફ દોટ મુકી હતી. જેના કારણે સોનાની કિંમતમાં પણ જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. પરંતુ એક અંગ્રેજી અખબાર અનુસાર માત્ર સોનું જ નહીં પરંતુ નોટબંધી બાદ આઈફોનના વેચાણમાં પણ ધૂમ ખરીદી જોવા મળી છે. અહેવાલમાં વેપારીને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, નોટબંધી પછી ત્રણ દિવસમાં જ અંદાજે 1 લાખ આઈફોનનું વેચાણ થયું હતું. આ વેચાણ માસિક સરેરાશ વેચાણના 75 ટકા છે.