આ ઉપરાંત કૂલપેડે પેટન્ટના ઉલ્લંધનનું કારણથી થનારા નુકસાનની ચૂકવણી કરવાની માગણી શાઓમીને કરી છે. જોકે આ પહેલીવાર નથી, જ્યારે શાઓમીએ કથિત પેટન્ટ ઉલ્લંધન વિરુદ્ધ કંપની પર કેસ કર્યો હોય. આ પહેલા જાન્યુઆરીમાં કૂલપેડએ શાઓમી વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો.
2/4
અહેવાલ અનુસાર, શાઓમી વિરુદ્ધ પેટન્ટ ચોરવાનો કેસ કરાયો છે. Coolpad શાઓમીના કેટલાક સ્માર્ટફોન પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી રહી છે. આ સ્માર્ટફોન Mi Mix, Redmi Note5, Redmi Note4X, Mi 6, Mi Max2, Mi Note 3, Redmi 5 Plus અને Mi 5X છે.
3/4
નોંધનીય છે કે, બજેટ સ્માર્ટફોનથી શાઓમીને ટક્કર આપનારી કંપની Coolpadએ કંપનીને લીગલ નોટિસ ફટકારી છે. કૂલપેડે પોતાની સહાયક કંપની Yulong કોમ્પ્યૂટર ટેકનોલોજી દ્વારા શાઓમી વિરુદ્ઘ કેસ દાખલ કર્યો છે. આ કેસમાં શાઓમીના પોપ્યુલર Mi સ્માર્ટફોન પર બેન લગાવવાની માગણી કરાઈ છે.
4/4
નવી દિલ્હીઃ ચાઈનીઝ સ્માર્ટફોન નિર્માતા કંપની શાઓમી ભારતીય મોબાઈલ બજારમાં પ્રથમ ક્રમ પર આવી ગઈ છે. કંપની દરેક મહિને ભારતમાં પોતાનો એક નવો સ્માર્ટફોન લોન્ચ કરે છે અને સાથે જ તેની કિંમતનું પણ સંપૂર્ણ ધ્યાન રાખે છે. શાઓમીના જાણીતા સ્માર્ટપોનની કિંમત 20 હજાર રૂપિયાથી ઓછી છે. બીજી બાજુ શાઓમી પર પેટન્ટ ચોરીનો આરોપ લાગ્યો છે. જેના કારણે હવે શાઓમીના 5 સ્માર્ટફોનના પ્રોડક્શન પર જોખમ ઉભું થયું છે.