આમ તો રિલાયન્સ જિયો 4જી ટેલિકોમ સેક્ટરમાં ઝંપલાવતા જ અન્ય કંપનીઓએ આકર્ષક ઓફર્સ આપવાનું શરૂ કરી દીધું છે. પરંતુ ફેસ્ટિવલ સીઝને ધ્યાનમાં રાખતા આ ઓફર્સમાં વધારો કરવામાં આવ્યો છે. દિવાળી પર રિલાયન્સ Jio, એરટેલ, આઈડિયા, વોડાફોન અને BSNLએ પોતાના ગ્રાહકો માટે અલગ અલગ પ્લાન રજૂ કર્યા છે. અહીં તમે એક સાથે એ તમામ પ્લાનની જાણકારી મેળવી તેનો લાભ લઈ શકો છો.
2/6
આઈડિયાઃ આઈડિયાના ગ્રાહકો 1 રૂપિયામાં અનલિમિટેડ 4જી ડેટાનો લાભ લઈ શકે છે. જોકે તેમાં એક શરત છે. આ ઓફરનો એક જ વખત લાભ લઈ શકાય છે અને તે પણ માત્ર એક કલાક માટે.
3/6
બીએસએનએલઃ બીએસએનએલે પોતાના ગ્રાહકોને દિવાળી બોનાન્ઝા ઓફર તરીકે 10ટકા એક્સ્ટ્રા ટોકટાઈમ આપવાનો નિર્ણય કર્યો છે. બીએસએનએલ ગ્રાહકોને દરેક રિચાર્જ પર 10 ટકા વધારાના ટોકટાઈમની સાથે ડેટા પણ આપશે.
4/6
વોડાફોનઃ વોડાફોન ઇન્ડિયાએ પોતાના ગ્રાહકો માટે દિવાળી ભેટ તરીકે નવી સુવિધા રજૂ કરી છે. દિવાળીથી વોડાફોન ઇન્ડિયાના તમામ ગ્રાહકો દેશભરમાં કોઈપણ જગ્યાએ ઇનકમિંગ કોલ પર રોમિંગ ચાર્જની ચિંતા કર્યા વગર વાત કરી શકશે. 30 ઓક્ટોબર એટલે કે દિવાળીથી પોતાના તમામ ગ્રાહકો માટે રાષ્ટ્રીય રોમિંગ દરમિયાન ઇનકમિંગ ચાર્જ નહીં લે.
5/6
એરટેલઃ એરટેલ નવા 4જી ફોન ખરીદનાર યૂઝર્સને 259 રૂપિયામાં 10 જીબી 4જી અથવા 3જી ડેટા આપશે. એક જીબી ડેટા તાત્કાલીક ગ્રાહકના એકાઉન્ટમાં આપવામાં આવશે અને બાકીના 9 જીબી ડેટા માયએરટેલ એપમાં જઈને લેવાના રહેશે. આ ડેટા 28 દિવસ માટે માન્ય રહેશે. યૂઝર્સ 90 દિવસમાં વધુમાં વધુ ત્રણ વખત આ રિચાર્જ કરાવી શકે છે.
6/6
Reliance Jio: જિયોએ પોતાની વેલકમ ઓફરની સુવિધા ડિસેમ્બર 2017 સુધી આપવાની જાહેરાત કરી છે. જોકે તેના માટે LYF સીરીઝનો ફોન ખરીદવો પડસે અને યૂઝર્સ 31 ડિસેમ્બર સુધી જ આ ઓફરનો લાભ લઈ શકશે. એટલે કે સીમ 31 ડિસેમ્બર પહેલા ખરીદવાનું રહેશે.