અહેવાલ અનુસાર, ગ્રાહકો આ ફોનને જુલાઈની શરૂઆતમાં પ્રી ઓર્ડર બુક કરાવી શકશે. ઓગસ્ટ સુધીમા આ ફોન ગ્રાહકોને મળી જશે. આ ફોન જિઓ સ્ટોર્સ, રિલાયન્સ ડિજીટલ સ્ટોર્સ અને જિઓની ઓફિશિયલ વેબસાઈટ પર સેલ થશે. કહેવાય છે કે, આ ફોન એન્ડ્રોઈડ ગો ઈન્ટરફેસ સાથે આવશે.
2/3
નવી દિલ્હીઃ ભારત વિશ્વનું બીજું સૌથી મોટું મોબાઈલ માર્કેટ છે, આ જ કારણે અહીં તમે ઢગલો સ્માર્ટફોન્સ અને સ્માર્ટફોન કપંનીઓ જોઈ શકો છો. જોકે દેશની પોતાની ટેલીકોમ કંપની રિલાયન્સ જિઓ JioPhone અને JioPhone 2 દ્વારા ભારતના ફીચર ફોન બજારને અલગ રીતે ટાર્ગેટ કર્યો છે. જિઓની પહેલેથી જ ફીચર ફોન બજારમાં મોટી હિસ્સેદારી છે અને હવે અહેવાલ આવી રહ્યા છે કે કંપની એક નવો સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે. આ સ્માર્ટફોનને જુલાઈમાં AGM દરમિયાન લોન્ચ કરવામાં આવી શકે છે.
3/3
BeetelBiteના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે જિઓફોન 3 ભારતમાં 4,500 રૂપિયાની કિંમતમાં મળશે. જે જિઓફોન 2ની સરખામણીએ થોડી વધારે છે. રિપોર્ટમાં આ પણ કહેવામાં આવ્યુ છે કે Jio Phone 3માં 5 ઈંચની ટચસ્ક્રીન ડિસ્પ્લે હશે. સાથે આ ફોન 2 GB રેમ અને 64 GB ઈન્ટરનલ સ્ટોરેજ સાથે મળે છે. જિઓફોન 3માં કેમેરા ફિચર્સની વાત કરીએતો તેમાં 5MPનો રિયર કેમેરા અને 2MPનો સેલ્ફી કેમેરા જોવા મળે છે.