નવી દિલ્હીઃ વોટ્સએપથી ચાઇલ્ડ પોર્નોગ્રાફી રોકવા માટે ભારત સરકારે એક નવા કાયદાની દરખાસ્ત કરી છે. વોટ્સએપ ગ્રુપમાં ચાઇલ્ડ પોર્નોગ્રાફી ઝડપથી શેર કરવામાં આવી રહી છે અને આ સમસ્યા ગંભીર છે. રિપોર્ટ મુજબ સરકારે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્શુઅલ ઓફેન્સ એક્ટમાં સુધારો કરવાની તૈયારી છે.
2/4
પ્રસ્તાવિત કાનૂન અંતર્ગત તમામ યૂઝર્સે એ વાત નિશ્ચિત કરવી પડશે કે જો તેની પાસે કોઈ ચાઇલ્ડ પોર્નોગ્રાફી ક્લિપ આવશે તો તેણે ઓથોરિટીને રિપોર્ટ કરવો પડશે. જો યૂઝર આમ નહીં કરે તો તેણે ભારે દંડ પણ ભરવો પડશે.
3/4
હાલ આ સુધારો કાયદા મંત્રાલય તથા મહિલા અને બાળ વિકાસ મંત્રાલય પાસે મંજૂરીમાં છે. રિપોર્ટ મુજબ અઠવાડિયામાં જ બંને મંત્રાલયથી મંજૂરી મળ્યા બાદ કેબિનેટમાં પાસ કરવામાં આવશે. ભારતમાં સૌથી વધારે વોટ્સએપ યૂઝર્સ છે અને હાલ ફેક ન્યૂઝ ઝડપથી ફેલાઇ રહ્યા છે. તેને રોકવાની કવાયત ચાલી રહી છે.
4/4
જેમાં એવી પણ જોગવાઈ છે કે જો કોઈ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ પર ચાઇલ્ડ પોર્નોગ્રાફીની ક્લિપ મોકલશે તો તેને 7 વર્ષની જેલ થઈ શકે છે અને આ માટે કોઈ જામીન પણ નહીં મળે. ઉપરાંત તેણે દંડ પણ ભરવો પડશે.