નવી દિલ્હીઃ Lexar એક એવી બ્રાન્ડ ઝે જેના વિશે જેના વિશે આપણે વધારે સાંભળ્યું નથી. માર્કેટમાં સૈંડિસ્ક, કિંગ્સ્ટન, વેસ્ટર્ન ડિજિટલ અને અન્ય કંપનીઓની બોલબાલા છે. પરંતુ CES 2019માં Lexarમાં તેણે બધી કંપનીને પાછળ છોડી દીધી છે. Lexarએ વિશ્વનું પ્રથમ 1000 જીબીવાળું એસડી કાર્ડ લોન્ચ કર્યું છે.
2/3
આટલી બધી બ્રાન્ડ્સમાંથી જો કોઈ બ્રાન્ડને સૌથી મોટો ઝાટકો લાગ્યો હોય તો તે છે સૈંડિસ્ક છે. કારણ કે વિતેલા વર્ષે કંપની 1000 જીબીવાળું ફ્લેશ ડ્રાઈવર લઈને આવી હતી. પરંતુ કંપનીએ 1000 જીબીવાળું એસડી કાર્ડ લાવવામાં નિષ્ફળ રહી હતી.
3/3
Lexar પ્રોફેશનલ 633X SDHC અને SDXC UHS-I કાર્ડને 16 જીબી, 32, 64, 128, 256 અને 512 જીબીની સ્ટોરેજ કેપેસિટી લિસ્ટમાં કરવામાં આવ્યા છે. બધાને મિડ રેન્જ DSLR, HD કેમરેકોર્ડર અને 3D કેમેરા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે જેથી આ કાર્ડ 1080p, ફુલ HD, 3D અને 4K વીડિયો કન્ટેન્ટને સપોર્ટ કરી શકે. આ કાર્ડ્સની સ્પીડ પણ 95MB/s પ્રમાણે રીડ કરે છે. આ કાર્ડ્સમાં ક્લાસ 10 હાઈ સ્પીડ પરફોર્મન્સ છે. Lexarએ તેની કિંમત 499.99 ડોલર (અંદાજે 35000 રૂપિયા) રાખી છે જે પહેલાથી જ અમેરિકામાં ઉપલબ્ધ છે.