કંપનીએ ભારતમાં 5 મિલિયન હેન્ડસેટ વેચ્યા છે ત્યારે હવે 2GB વેરિયન્ટની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. એટલેકે હવે આ ફોન માટે તમારે 5,999 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે 3GB રેમવાળા વેરિયન્ટની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
2/4
કંપનીએ જ્યારે આ સ્માર્ટફોનને ભારતમાં લોન્ચ કર્યો ત્યારે કહ્યું હતું કે 2GB રેમવાળા વેરિયન્ટમાં પહેલા 5 મિલિયન (50 લાખ) ગ્રાહકોને 1,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
3/4
અત્યાર સુધી આ સ્માર્ટફોન ભારતમાં 2GB રેમ અને 16GB વેરિયન્ટ માત્ર 4,999 રૂપિયામાં વેચાણ કરવામાં આવતું હતું. જ્યારે 3GB રેમ અને 32GB વેરિયન્ટને 6,999 રૂપિયામાં કંપની વેચી રહી હતી.
4/4
નવી દિલ્હીઃ શાઓમીએ રવિવારે જાહેરાત કરી કે રેડમી 5એ સ્માર્ટફોન હવે 5999 રૂપિયામાં મળશે. આ હેન્ડસેટની નવી કિંમત મી ડોટ કોમ, ફ્લિપકાર્ટ અને કંપનીની ઓફલાઈન મી હોમ રિટેલ સ્ટોર પર ઉપલબ્ધ છે. જોકે કંપનીએ લોન્ચ સમયે જ કહ્યું હતું કે તેની કિંમત વધારવામાં આવશે.