જયેશ રાદડીયાએ આ અંગે જણાવ્યું કે આવા પરિવારોને પ્રધાનમંત્રી ઉજજવલા યોજના-એકસપાંડેડનો અથવા રાજ્ય સરકારની PNG/LPG સહાય યોજનાનો ઝડપથી લાભ પ્રાપ્ત થાય ત્યાં સુધી જરૂરતમંદ પરિવારોને સબસીડાઇઝડ કેરોસીન પણ વૈકલ્પીક ઇંધણ રૂપે વધારાના જથ્થા તરીકે મળતું થાય તેવા ગરીબ સંવેદનાલક્ષી અભિગમથી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.
2/4
મુખ્યમંત્રી સમક્ષ પ્રત્યક્ષ અને જિલ્લા પ્રવાસો દરમિયાન લોકપ્રતિનિધિઓ, વિવિધ સંગઠનો અને જરૂરતમંદ વર્ગોએ આ કેરોસીનનો જથ્થો જે રાજ્યના જિલ્લામથકોએ 1 ડિસેમ્બર-2018થી અને અન્ય વિસ્તારોમાં 1 જાન્યુઆરી 2019થી બંધ કરવામાં આવ્યો હતો તે પૂન: સરળતાથી મળી રહે તે માટે રજૂઆતો કરી હતી.
3/4
વિજય રૂપાણીએ આ રજૂઆતો પ્રત્યે સંવેદનાસ્પર્શી સકારાત્મક પ્રતિસાદ આપતાં હવે 1લી ફેબ્રુઆરીથી આઠ મહાનગરપાલિકા વિસ્તાર સિવાય સમગ્ર ગુજરાતમાં કાર્ડ દીઠ મહત્તમ 4 લીટર કેરોસીન APL રેશનકાર્ડ ધારકોને આપવાનો નિર્ણય કર્યો છે. રાજ્યના 47 લાખ જેટલા પરિવારોને આનો લાભ મળશે.
4/4
ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના ગેસ જોડાણ વિનાના APL પરિવારોને ફેબ્રુઆરી-2019થી રેશનકાર્ડ દીઠ 4 લીટર સબસીડાઇઝ્ડ કેરોસીન જાહેર વિતરણ વ્યવસ્થા અન્વયે ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત સરકારના આ નિર્ણયને પરિણામે ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં મોટા પ્રમાણમાં APL રેશનકાર્ડ ધારકોને હવે આ 4 લીટર કેરોસીનનો સરળતાથી લાભ મળતો થવાનો છે.