સીસીટીવી કેમેરાની મદદથી રૂપાલ પલ્લી મેળાનું મોનીટરીંગ કરવામાં આવ્યું હતું. તો આ ધાર્મિક કાર્યક્રમમાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને અને કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે જડબેસલાક પોલીસ બંદોબસ્ત પણ ગોઢવવામાં આવ્યો હતો. જેમાં એક હજારથી વધુ પોલીસ જવાનોની સાથે હોમગાર્ડ, મહિલા એસઆરપી તેમજ ટ્રાફિક પોલીસના જવાનો પણ તૈનાત રાખવામાં આવ્યા હતા.
5/10
પલ્લી નીકળ્યા બાદ પણ ગામમાં અનેરૂ દ્રશ્ય જોવા મળે છે. ગામના વાલ્કી સમાજના લોકો ડોલ, ટબ લઈને ચઢાવાયેલા ઘીને એકઠું કરતા જોવા મળે છે. કહેવાય છે કે, અર્પણ કરાયેલા ઘીનો ઉપયોગ માત્ર ગામના વાલ્મીકી સમાજના લોકો જ કરી શકે છે. અન્ય કોઈ પણ સમુદાય ઘીનો પ્રસાદ લેતા નથી.
6/10
પલ્લીની સૌ પ્રથમ જ્વાળા અને ખીજડાના પૂજનથી શરૂઆત કરવામાં આવે છે. પલ્લી મંદિરમાંથી નીકળીને ચોકમાં આવે એટલે તેના પર ઘી રેડવાનું શરૂ કરવામાં આવે છે. અહીં બાળકોને પલ્લીમાં માથા ટેકવાય છે.
7/10
ખીજડાના વૃક્ષના લાકડામાંથી જ માતાજીની પલ્લી તૈયાર કરવામાં આવે છે. પાંડવોએ તો સોનાની પલ્લી બનાવી હતી. પરંતુ સમયાંતરે ખીજડાવા વૃક્ષમાંથી જ વર્ષોથી પલ્લી બનાવાય છે. મહાભારતના યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ શ્રીકૃષ્ણ, પાંડવો અને દ્રૌપદી ચતુરંગી સેના સાથે અહીં રૂપાલ આવ્યા હતા અને માતાજીની પલ્લી કાઢી હતી. ત્યારથી અવિતરપણે આ પરંપરા હજુ પણ જળવાયેલી છે.
8/10
ગાંધીનગર નજીક આવેલા અને માતાજીની આસ્થાના પ્રતિકસમા રૂપાલ વરદાયીની માતા મંદિરથી છેલ્લા પાંચ હજાર વર્ષથી દર વર્ષે નવરાત્રીના નોમની રાત્રીએ પલ્લી નિકાળવામાં આવે છે. આ પલ્લી મેળા માટે વહીવટી તંત્ર તેમજ મંદિર ટ્રસ્ટ દ્વારા તૈયારીઓ પુરી કરી દેવામાં આવી છે. આ વખતે અંદાજિત ૧૦ લાખથી પણ વધુ ભક્તો ઉમટશે તેવી શક્યતા સેવવામાં આવી રહી છે જેને લઈ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પણ સઘન કરી દેવાઈ છે.
9/10
દર વર્ષની જેમ આ વર્ષે પણ નોમના દિવસે વણકરભાઇઓ ગામમાંથી ખીજડાનું વૃક્ષ કાપીને લઈ આવ્યા હતા અને ત્યારબાદ સુથારભાઇઓએ પલ્લી તૈયારી કરી હતી. આ ઉપરાંત કુંભાર, માળી, પિંજારા, પંચોલી, ચાવડા, ત્રિવેદી, પટેલ દરેક સમાજ એક યા બીજી રીતે જવાબદારી સાથે સંકળાયેલા હોય છે. ગામના 27 ચકલાઓ આગળથી આ પલ્લી પસાર થઈ હતી.
10/10
ગાંધીનગર: આસો સુદ નોમના દિવસે ગાંધીનગરથી 13 કિલોમીટરના અંતરે આવેલા રૂપાલ ગામમાં વરદાયિની માતાના મંદિરેથી પલ્લી નીકળી હતી. જેમાં 10 લાખથી વધુ ભક્તો જોડાયા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ લાખો લીટર ઘી ચઢાવામાં આવતાં રૂપાલ ગામમાં ઘીની નદીઓ વહેતી થઈ તેવા દ્રશ્યો સર્જાયા હતા. આ વર્ષે પાંચ લાખ કિલોગ્રામ ઘી ચઢાવામાં આવ્યું હતું તેવું સ્થાનિકોનું કહેવું છે.