શોધખોળ કરો
મધ્યમ વર્ગ માટે સારા સમાચારઃ ખાનગી શાળાઓની ફી પર આવશે મર્યાદા, જાણો કેટલી થશે ફી ?
Written By : એબીપી અસ્મિતા વેબ ટીમ | Updated at : 12 Feb 2017 12:27 PM (IST)
1/7

ગુજરાતમાં હાલમાં ખાનગી સ્કૂલો રૂપિયા 30 હજારથી માંડીને રૂપિયા 2.70 લાખ રૂપિયા સુધી ફી વસૂલે કરે છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ બિલને કારણે ગુજરાતના ખાનગી શાળામાં ભણતા 15 લાખ વિદ્યાર્થીઓના વાલીઓને રાહત મળશે. આ કારણે ફીમાં આડેધડ વધારો કરતી શાળાઓ પર પણ રોક લાગશે.
2/7

આ રેગ્યુલેટરી કમિટીમાં ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત જજ, આઈએએસ ઓફિસર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, સ્કૂલના ટ્રસ્ટી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ કાર્યક્રમના એક અધિકારી હશે. આ અંગે રાજયના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર ચૂડાસમાએ જણાવ્યું હતું, અમે આ બિલમાં સ્કૂલો દ્વારા કરાયેલી રજૂઆતો અને સૂચનોને ધ્યાનમાં રાખીશું અને પછી ફીનો સ્લેબ નક્કી કરીશું. આ હાલમાં પ્રાથમિક તબક્કામાં છે એટલે ફી ઘટાડા અંગે કોમેન્ટ કરવી વહેલી ગણાશે.
3/7

આ આધાર લઈને નવું ફી સ્ટ્રકચર તૈયાર કરવામાં આવશે. જે શાળાઓ ઊંચી ફી વસૂલવા માંગતી હશે તેમણે અગાઉથી ફી રેગ્યુલેટરી કમિટીની પરવાનગી લેવી પડશે. આટલું જ નહિ, શાળાએ આવક અને ખર્ચના ઓડિટ સબમિટ કરીને તેઓ શા માટે વધારે ફી વસૂલે છે તે સ્પષ્ટતા કરવી પડશે.
4/7

અધિકારીઓના જણાવ્યા મુજબ એક વાર બિલ પાસ થઈ જાય પછી ચોક્કસ ફી સ્ટ્રકચર બનાવવાની પ્રક્રિયા હાથ ધરાશે. સરકારની પ્રાથમિક ગણતરી પ્રમાણે સરકાર પ્રાથમિક શાળઆમાં એક બાળક પાછળ અંદાજે રૂપિયા 13,500 ખર્ચે છે જયારે સેકેન્ડરી અને હાયર સેકેન્ડરીમાં એક વિદ્યાર્થી પાછળનો ખર્ચ રૂપિયા 27,000 થાય છે.
5/7

શિક્ષણ ખાતાના ટોચના અધિકારીના જણાવ્યા મુજબ, 20 ફેબ્રુઆરીથી શરૂ થનારા વિધાનસભાના બજેટ સત્રમાં ખાનગી સ્કૂલોની ફીને કાબૂમાં રાખવા માટે એક સતતામંડળનું નિર્માણ કરવાનો ખરડો રજૂ કરા આવશે. તેના કારણે ખાનગી શાળામાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓ હાલમાં તોતિંગ ફી ચૂકવી રહ્યા છે તેમને 50 ટકા સુધી રાહત મળે તેવી શકયતા છે.
6/7

સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર આ ખડાની જોગવાઈ અનુસાર ખાનગી શાળા પ્રાથમિક સ્તરે દર વર્ષે મહત્તમ 20,000 રૂપિયા અને માધ્યમિક સ્તરે મહત્તમ 40,000 રૂપિયા ફી વસૂલી શકે તેવો નિર્ણય અત્યારે લેવાયો છે પણ અંતિમ ખરડામાં તેમાં ફેરફાર થઈ શકે છે.
7/7

અમદાવાદઃ આ વર્ષે આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે મધ્યમવર્ગીય મતદારોને ખુશ કરવા માટે ગુજરાત સરકારે ખાનગી શાળાઓની ફી પર નિયંત્રણ લાવવા માટે એક કાયદો પસાર કરવાનો નિર્ણય લીધો છે. આ બિલમાં ગુજરાત બોર્ડ, CBSE, ICSE સાથે જોડાયલી ખાનગી સ્કૂલોએ 50 ટકા સુધી ફી ઘટાડવાની ફરજ પડશે.
Published at : 12 Feb 2017 12:27 PM (IST)
Sponsored Links by Taboola
ટોપ સ્ટોરી
ગાંધીનગર
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
ગાંધીનગર
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
ગાંધીનગર
Gandhinagar News: 'અલગ અલગ કામના બહાને રસ્તા ન તોડવા પડે તેવું કરો આયોજન', CMએ આપી સૂચના
ગાંધીનગર
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
ટ્રેન્ડિંગ સમાચાર





















