આ મામલે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીને પૂછતા તેમણે જણાવ્યું હતુંકે, જયંતી ભાનુશાળી દોષિત પુરવાર ન થાય ત્યાં સુધી ભાજપમાં જ રહેશે. તેમની સામે પોલીસ ફરિયાદ થઈ છે, ફોજદારી ગુનો લાગૂ પડ્યો છે, હાલ તપાસનો વિષય છે, સમગ્ર મામલે તપાસના અંતે જે કંઈ કરવું પડશે તેનો ભાજપ નિર્ણય લેશે. અત્યારે ભાજપમાં ભાનુશાળીની કોઈ જવાબદારી નથી. સમગ્ર પ્રકરણ સામે આવતાની સાથે જ જયંતી ભાનુશાળી પાસેથી ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું લઈ લેવામાં આવ્યું હતું.
2/3
નોંધનીય છે કે, જયંતી ભાનુશાળીની કામલીલાનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં જયંતી એક યુવતી સાથે અંગત પળો માણતા જોવા મળે છે. આ યુવતી સુરતની પીડિતા જ છે કે અન્ય એ સ્પષ્ટ થતું નથી.
3/3
ગાંધીનગરઃ ગુજરાત ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ અને અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની યુવતી સાથેની અશ્વીલ હરકતો વાળી કથિત વીડિયો સીડી સામે આવતા ફરી એકવાર ભાજપના નેતાઓના ચરિત્ર સામે સવાલો ઉભા થયાં છે.