શોધખોળ કરો
ગુજરાતના ક્યા ધારાસભ્યો પાસે છે ગનનું લાયસન્સ, કોની પાસે છે સૌથી વધુ ગન, જાણો વિગતો
1/6

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીઓની તારીખની જાહેરાત કરી દેવામાં આવી છે.9 અને 14 ડિસેમ્બરના રોજ એમ બે તબક્કામાં મતદાન થશે. ભાજપ અને કોગ્રેસ એમ બંન્ને પક્ષના અનેક નેતાઓ પોતાના રક્ષણ માટે હથિયારોનું લાયસન્સ ધરાવે છે. ગુજરાત વિધાનસભા ૨૦૧૨ની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર સાથે સોંગદનામામાં નવ ધારાસભ્યોએ પોતાની પાસે હથિયાર લાયસન્સની માહિતી આપી છે સાથે તેઓની પાસે કેવા પ્રકારના હથિયાર છે તેની પણ વિગતો તેમણે આપેલી છે.
2/6

મળતી વિગતો અનુસાર, સાવલી બેઠક પર ભાજપના ધારાસભ્ય ઉપેન્દ્રસિંહ ગોહિલ પાસે વિદેશી બનાવટની એક બંદૂક, એક રિવોલ્વર તથા એક રાઇફલ છે. જ્યારે તળાજાની બેઠક પરથી ભાજપના ધારાસભ્ય રહી ચૂકેલા ભારતીબહેન શિયાળ પાસે પણ હથિયારનું લાયસન્સ છે તેઓની પાસે રિવોલ્વર છે. બાદમાં તેમણે ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને લોકસભા ચૂંટણી લડી હતી.
Published at : 26 Oct 2017 12:00 PM (IST)
View More























