શોધખોળ કરો
સાતમા પગારપંચનો લાભ ક્યા 16 બોર્ડ-નિગમોના કર્મચારીઓને થશે, જાણો વિગત
1/5

ગુજરાત જમીન વિકાસ નિગમ,સરદાર સરોવર નર્મદા નિગમ, ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ, ઘેટાં અને ઉન વિકાસ નિગમ, ગુજરાત પોલીસ આવાસ નિગમ, ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન, ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ, ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન, ગોપાલક વિકાસ નિગમ, ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમ, ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ, ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ, ગુજરાત ગ્રામ વિકાસ નિગમ, ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ, ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ, ગુજરાત જમીન વિહોણા મજૂરો અને હળપતિ ગૃહ નિર્માણ બોર્ડના કર્મચારીઓને આ લાભ મળશે.
2/5

નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્ય સરકારે કર્મચારીઓના હિતમાં ઘણા નિર્ણયો લીધા છે ત્યારે બોર્ડ-નિગમના કર્મચારીઓ દ્વારા રજૂઆતો કરતાં સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે. બોર્ડ-નિગમોને સાતમા પગાર પંચનો લાભ 1લી ઓક્ટોબર, 2017થી આપવામાં આવશે. ખાસ કરીને ગુજરાત ખાદી ગ્રામોદ્યોગ બોર્ડના નિવૃત્ત કર્મચારીઓને પેન્શનના લાભો પણ આપવામાં આવતાં હોય છે, તેવા 217કર્મચારીઓને પેન્શન સુધારણાના લાભો મળશે. અહીં ક્યા નિગમોના કર્મચારીઓને આ લાભ મળશે તેની યાદી આપવામાં આવી છે.
Published at : 04 Oct 2017 09:59 AM (IST)
View More























