ઉનાઃ ગીર સોમનાથ જિલ્લાના ઉના-ગીરગઢડા રોડ પર બાઇક અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત થયું છે. ઉના-એભલવડની એસટી બસ પાછળ ટ્રિપલ સવારીમાં આવી રહ્યું બાઇક ઘૂસી જતાં આ અકસ્માત સર્જાયો હતો. બાઇક પર પતિ-પત્ની અને તેમની દીકરી બેઠા હતા. જેમાં ચાલકનું મોત થયું છે.
3/4
જ્યારે આ અકસ્માતમાં ઘાયલ થયેલા ચાલકની પત્ની અને પુત્રીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.