શોધખોળ કરો
પાટણ કલેક્ટર કચેરી ખાતે આત્મદાહનો પ્રયાસ કરનાર દલિત કાર્યકરનું સારવાર દરમિયાન મોત
1/4

આ ઘટનાના રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. ચારે તરફથી સરકાર પર માછલા ધોવાઈ રહ્યા હતા. દરમિયાનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી આ મામલે યોગ્ય તપાસ કરવાની અને ભાનુભાઈની સારવારમાં તમામ મદદ કરવાની હૈયાધારણા આપી હતી. જોકે, ભાનુભાઈને ડોક્ટરો બચાવી શક્યા ન હતા. આ મામલો હવે રાજકીય બની ગયો છે. કોંગ્રેસ અને ભાજપ બંને એકબીજા પર આ મામલે રાજકારણ ખેલવાનો આરોપ લગાવી રહ્યા છે. જ્યારે દલિત સમાજમાં આ મામલે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે.
2/4

સમી તાલુકાના દુદખા ગામનો એક દલિત પરિવાર છેલ્લા છએક મહિનાથી ગામની એક જમીન પોતાના નામે કરાવવા પાટણ કલેક્ટર કચેરીના ધક્કા ખાઈ રહ્યો હતો. ગુરુવારે આ પરિવાર અને ઊંઝાના દલિત કાર્યકર ભાનુભાઈ વણકર સહિતના લોકો પાટણ કલેક્ટર કચેરીએ ન્યાયની માગણી સાથે પહોંચ્યા હતા. પોલીસની હાજરીમાં જ ભાનુભાઈએ પોતાના શરીર પર જ્વલનશીલ પ્રવાહી છાંટી આગ ચાંપી દીધી હતી અને કલેક્ટર ઓફિસ તરફ દોટ મૂકી હતી. ફાયરબ્રિગેડના કર્મચારીઓ, પોલીસ અને કલેક્ટર કચેરીના સ્ટાફે તેમના પર પાણી, પાઉડરનો મારો ચલાવી, તેમજ ધાબાળા વગેરેથી આગ ઓલવી નાખી હતી. જોકે, ભાનુભાઈ ગંભીર રીતે દાઝી ગયા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે લઈ જવાયા હતા અને બાદમાં અમદાવાદની એપોલો હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં આજે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.
Published at : 17 Feb 2018 07:16 AM (IST)
Tags :
Gujarat NewsView More























