શોધખોળ કરો

Ayodhya: અયોધ્યાના રાજઘાટ ખાતે મહાયજ્ઞ સ્થળે લાગી ભીષણ આગ; ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી

Ayodhya Fire News: રાજઘાટ ખાતે ચાલી રહેલા શ્રી લક્ષ્મી નારાયણ મહાયજ્ઞ દરમિયાન અજ્ઞાત કારણોસર ભીષણ આગ લાગી છે. આગ ઓલવવા માટે ફાયર ફાઇટરોની મદદ લેવામાં આવી છે. હાલમાં આગનું ચોક્કસ કારણ અસ્પષ્ટ છે.

Ayodhya Fire News: અયોધ્યા સ્થિત રાજઘાટ ખાતે ચાલી રહેલા શ્રી લક્ષ્મી નારાયણ મહાયજ્ઞમાં અજ્ઞાત કારણોસર ભીષણ આગ ફાટી નીકળી છે. આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ફાયરકર્મી આગ ઓલવવાની કામગીરીમાં જોડાયા હતા. હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ સ્પષ્ટ થઈ શક્યું નથી. જાણવા મળ્યું છે કે સ્વામી જીયર જી મહારાજ દ્વારા આ શ્રી લક્ષ્મી નારાયણ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો ગઈકાલે જ સમાપન થયો હતો.

આ ઘટના અંગે મળેલી વિગતો મુજબ, ઉત્તર પ્રદેશ સરકારના પરિવહન મંત્રી દયાશંકર સિંહની અધ્યક્ષતામાં આ મહાયજ્ઞનું આયોજન કરાયું હતું. આજે યજ્ઞની પૂર્ણાહુતિ દરમિયાન અચાનક ભયંકર આગ લાગી ગઈ હતી, જેમાં લાખો રૂપિયાનું નુકસાન થવાની આશંકા સેવાઈ રહી છે. આ આગની ઘટનામાં 3 થી 4 લોકો દાઝી ગયા હોવાની સંભાવના છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જોકે હજુ સુધી આ બાબતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. 108 કુંડીય મહાયજ્ઞના સમાપન બાદ ત્રણ અલગ-અલગ જગ્યાએ આગ ફાટી નીકળી હતી, જેના પર ફાયરકર્મીઓએ ભારે જહેમત બાદ કાબૂ મેળવ્યો હતો. આ સમયે જિલ્લા મેજિસ્ટ્રેટ અને એસપી પણ ઘટનાસ્થળે હાજર રહ્યા હતા.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, પરિવહન મંત્રીની અધ્યક્ષતામાં ચાલી રહેલા આ યજ્ઞના સમાપન સમયે અજ્ઞાત કારણોસર આગ લાગી હતી, જેના કારણે સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી અને પ્રશાસને તાત્કાલિક વિસ્તાર ખાલી કરાવ્યો હતો. કેટલાક લોકોનું કહેવું છે કે હવન દરમિયાન તેજ પવનને કારણે ચિંગારી ઉડતા આગ લાગી હતી. આ મામલે પરિવહન મંત્રી દયાશંકર સિંહે જણાવ્યું કે 9 દિવસીય યજ્ઞની પૂર્ણાહુતિ ઘટનાના દોઢ કલાક પહેલા જ થઈ ગઈ હતી અને જ્યારે આગ લાગી ત્યારે યજ્ઞશાળા ખાલી હતી, તેથી કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, તેમણે બીજી જગ્યાએ 700 મીટર દૂર લાગેલી આગ અંગે સંશય વ્યક્ત કર્યો હતો.

જિલ્લા અધિકારી નિખિલ ટીકારામ ફંડેએ જણાવ્યું કે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી અને તમામ લોકો સુરક્ષિત છે. આરોગ્ય વિભાગની ટીમ અને ફાયર બ્રિગેડની ગાડીઓ સ્થળ પર કાર્યરત છે. અયોધ્યાના એસએસપી ડોક્ટર ગૌરવ ગ્રોવરે જણાવ્યું કે ઘટનાને લઈને એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અને પોલીસની ટુકડીઓ તૈનાત છે. સરયુ તટ પર 9 દિવસથી ચાલી રહેલા આ ધાર્મિક અનુષ્ઠાનમાં આહુતિ બાદ આગ વધી હતી અને ગૌશાળાના છાપરામાં પણ આગ લાગી હતી, પરંતુ હવે તેના પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવે ઘરે બેઠા જાતે જ ભરી શકશો વસ્તી ગણતરી 2027 ની વિગતો; જાણો ફોર્મ ભરવાની રીત, પૂછાશે આ 40 પ્રશ્નો
હવે ઘરે બેઠા જાતે જ ભરી શકશો વસ્તી ગણતરી 2027 ની વિગતો; જાણો ફોર્મ ભરવાની રીત, પૂછાશે આ 40 પ્રશ્નો
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
આખું વંદે માતરમ ગાવા પર સોનિયા ગાંધીએ વાંધો ઉઠાવ્યો? કોંગ્રેસે કહ્યું- ‘કોઈએ રોક્યું નથી’ જાણો શું છે મામલો
આખું વંદે માતરમ ગાવા પર સોનિયા ગાંધીએ વાંધો ઉઠાવ્યો? કોંગ્રેસે કહ્યું- ‘કોઈએ રોક્યું નથી’ જાણો શું છે મામલો

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ
Embed widget