શોધખોળ કરો

સુરતના સોલાર ઉદ્યોગ પર યુદ્ધની માઠી અસર: ₹25,000 કરોડના ઓર્ડર અટવાયા, નફો તો દૂર મૂડી બચાવવી પણ મુશ્કેલ

દરિયાઈ માર્ગેથી આવતા કાચા માલની સપ્લાય ખોરવાતા સુરતની ફેક્ટરીઓમાં ઉત્પાદન ધીમું પડ્યું. શિપિંગ અને કન્ટેનરના ભાડા 600 ડોલરથી ઉછળીને સીધા 4000 ડોલરે પહોંચી ગયા.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • મિડલ ઈસ્ટ યુદ્ધને કારણે સુરતના સોલાર ઉદ્યોગ પર અસર.
  • ₹25,000 કરોડના ઓર્ડર પેન્ડિંગ, કાચો માલ મળવામાં મુશ્કેલી.
  • કન્ટેનર ભાડામાં 5 ગણો વધારો, ઉત્પાદન ખર્ચમાં 20% વૃદ્ધિ.
  • નફો ઘટ્યો, ઉદ્યોગપતિઓ મૂડી બચાવવા સંઘર્ષ કરી રહ્યા છે.
  • મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને વૈશ્વિક અશાંતિને કારણે સુરતના સોલાર હબ પર સીધી અને નકારાત્મક અસર પડી છે.
  • ખોરવાયેલી સપ્લાય ચેઈનને લીધે સુરતના ઉદ્યોગકારો પાસે હાલ ₹25,000 કરોડના અધધ ઓર્ડર પૂરા કરવામાં વિલંબ થઈ રહ્યો છે.
  • દેશના કુલ સોલાર મેન્યુફેક્ચરિંગમાં 50 થી 55 ટકા જેટલો મોટો હિસ્સો માત્ર સુરત અને તેની આસપાસના વિસ્તારોનો છે.
  • દરિયાઈ માર્ગે આવતા કાચા માલ (રો-મટીરિયલ) ની આવક અનિયમિત થતા ફેક્ટરીઓમાં ઉત્પાદન પ્રક્રિયા ધીમી પડી ગઈ છે.
  • કન્ટેનરના ભાડા $600-$900 થી વધીને સીધા $3500-$4000 સુધી પહોંચતા ઓર્ડરની પડતર કિંમતમાં 20% જેટલો વધારો થયો છે, જેનાથી નફો મેળવવો મુશ્કેલ બન્યો છે.

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધની હવે સુરતના હબ ગણાતા સોલાર ઉદ્યોગ પર સીધી અને ગંભીર અસર જોવા મળી રહી છે. વૈશ્વિક અશાંતિ અને ખોરવાયેલી સપ્લાય ચેઈનને કારણે સુરતના ઉદ્યોગપતિઓ પાસે હાલ ₹25,000 કરોડના અધધ ઓર્ડર પેન્ડિંગ પડ્યા છે. કન્ટેનરના ભાડામાં થયેલા તોતિંગ વધારા અને કાચા માલની અછતના કારણે સોલાર પેનલ બનાવવાનો ખર્ચ એટલો વધી ગયો છે કે, ઉદ્યોગકારો માટે હવે નફો કમાવવો તો દૂરની વાત છે, પોતાની મૂડી બચાવવી પણ લોઢાના ચણા ચાવવા સમાન બની ગયું છે.

આ અંગે સુરતના અગ્રણી ઉદ્યોગપતિ ડોક્ટર ચેતન શાહ જણાવે છે કે, આખા દેશમાં જેટલું પણ સોલાર મેન્યુફેક્ચરિંગ થાય છે, તેમાંથી 50 થી 55 ટકા જેટલું ઉત્પાદન તો માત્ર સુરત અને તેની આસપાસના વિસ્તારોમાં જ થાય છે. પરંતુ હાલમાં યુદ્ધની સ્થિતિના લીધે દરિયાઈ માર્ગેથી આવતા કાચા માલ (રો-મટીરિયલ) ની આવક સાવ અનિયમિત થઈ ગઈ છે. ફેક્ટરીઓમાં કામ ચાલુ રાખવા માટે જરૂરી મટીરિયલ સમયસર મળી રહ્યું નથી, જેના કારણે ઉત્પાદન પ્રક્રિયા સાવ ધીમી પડી ગઈ છે અને સમયસર ઓર્ડર પૂરા કરવા મુશ્કેલ બની ગયા છે.

ડો. ચેતન શાહના મતે, આ વૈશ્વિક અશાંતિને લીધે શિપિંગ ઉદ્યોગમાં ભાવવધારો આસમાને પહોંચી ગયો છે. પરિસ્થિતિ એવી છે કે, અગાઉ જે કન્ટેનરનું ભાડું 600 થી 900 ડોલરની આસપાસ રહેતું હતું, તે યુદ્ધના કારણે રાતોરાત વધીને 3500 થી 4000 ડોલર સુધી પહોંચી ગયું છે. ટ્રાન્સપોર્ટેશન કોસ્ટમાં થયેલો આ અસાધારણ ભાવ વધારો સોલાર પેનલની અંતિમ કિંમત પર સીધી અસર કરી રહ્યો છે. ઉદ્યોગકારોનું માનીએ તો વર્તમાન સ્થિતિમાં દરેક ઓર્ડર પર અંદાજે 20 ટકા જેટલી વધારાની પડતર (ખર્ચ) બેસી રહી છે. લાખો અને કરોડોના ઓર્ડરમાં આ 20 ટકાનો બોજો ઉદ્યોગકારોની કમર તોડી નાખે તેવો છે. જે પ્રોજેક્ટ્સમાં સારી કમાણીની આશા હતી, તેમાં હવે ઉદ્યોગકારો માંડ માંડ પોતાનો ખર્ચો કાઢી રહ્યા છે.

Frequently Asked Questions

મિડલ ઈસ્ટના યુદ્ધની સુરતના સોલાર ઉદ્યોગ પર શું અસર થઈ છે?

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને કારણે વૈશ્વિક અશાંતિ સર્જાઈ છે. આના લીધે કાચા માલની સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે અને સુરતના સોલાર ઉદ્યોગકારો પાસે ₹25,000 કરોડના ઓર્ડર પેન્ડિંગ છે.

સુરતમાં કેટલું સોલાર મેન્યુફેક્ચરિંગ થાય છે?

સમગ્ર દેશના સોલાર મેન્યુફેક્ચરિંગના 50 થી 55 ટકા ઉત્પાદન સુરત અને તેની આસપાસના વિસ્તારોમાં થાય છે. હાલમાં કાચા માલની અછતને કારણે ઉત્પાદન ધીમું પડી ગયું છે.

કન્ટેનરના ભાડામાં કેટલો વધારો થયો છે?

યુદ્ધને કારણે કન્ટેનરના ભાડામાં અસાધારણ વધારો થયો છે. જે ભાડું પહેલા 600 થી 900 ડોલર હતું તે હવે 3500 થી 4000 ડોલર સુધી પહોંચી ગયું છે.

સોલાર પેનલ બનાવવાનો ખર્ચ કેટલો વધી ગયો છે?

વધેલા કન્ટેનર ભાડા અને કાચા માલની અછતના કારણે સોલાર પેનલ બનાવવાનો ખર્ચ વધી ગયો છે. દરેક ઓર્ડર પર અંદાજે 20 ટકા જેટલો વધારાનો ખર્ચ થઈ રહ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Embed widget