શોધખોળ કરો
Gujarat Budget: રૂપાણી સરકાર ખેડૂતો પર મહેરબાન, જળ-જીડીપી-રોજગાર પર નીતિન પટેલનું ફૉકસ

Background
ગાંધીનગરઃ રાજ્યના નાણામંત્રી નીતિન પટેલે આજે ગુજરાતનું નાણાં બજેટ રજૂ કર્યુ, આ સમયે પીએમ મોદી અને અમિત શાહનો આભાર માનીને બજેટમાં મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી. નીતિન પટેલે વર્ષ 2019-2020ના બજેટમાં જળ, જીડીપી અને રોજગારને પ્રાધાન્ય આપ્યુ હતુ.
વિધાનસભાના ચોમાસુ સત્રમાં નાણામંત્રી નીતિન પટેલે નાણાંકીય વર્ષ 2019-20નું પૂર્ણ કદનુંપૂર્ણ બજેટ કર્યુ, જેમાં જળ, રોજગારી અને જીડીપીને પ્રાધાન્ય આપ્યુ, બજેટની શરૂઆતમાં ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક રૂ.6000ની સહાય મુદ્દે પીએમ મોદીનો આભાર માન્યો હતો.
આ પહેલા સવારે નાણામંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતને વૈશ્વિક ઓળખ મળે એવું આ બજેટ હશે.
14:12 PM (IST) • 02 Jul 2019
નાણામંત્રી નીતિન પટેલે પહેલીવાર મોટુ બજેટ રજૂ કર્યુ, નાણાંકીય વર્ષ 2019-20નું પૂર્ણ કદનું બજેટ, રાજ્યની સ્થાપના બાદ પહેલીવાર 2 લાખ કરડોનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે
14:08 PM (IST) • 02 Jul 2019
નાણામંત્રી નીતિન પટેલે સ્ટેચ્યૂ ઓફ યુનિટી માટે 260 કરોડની અને નર્મદા યોજના માટે 6595 કરોડની ફાળવણી કરી છે
Load More
Tags :
Finance Minister Gujarat Budget Gujarat Budget For 2019-2020 Minister Nitin Patel Nitin Patel Presents Budgetગુજરાતીમાં એબીપી અસ્મિતા પર સૌથી પહેલા વાંચો તમામ બ્રેકિંગ ન્યૂઝ . બોલિવૂડ, રમતગમત, રાજકારણ સહિતના તમામ મોટા સમાચાર માટે સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ એટલે એબીપી અસ્મિતા. વધુ સંબંધિત સ્ટોરી માટે ફોલો કરો એબીપી અસ્મિતા.
New Update





















