લાંબા વિરામ બાદ મહેસાણા જીલ્લામાં વરસાદનું આગમન થયું છે. આજે મહેસાણામાં છેલ્લા એક કલાકમાં બે ઈંચ જેટલો વરસાદ પડતાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે તો બીજી તરફ મહેસાણાના ગોપી નાળા અને રાધનપુર ચાર રસ્તા ઉપર નીચાણવાળા રોડ પર પાણી ભરાતા રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. ગોપી નાળામાં પાંચ ફૂટ પાણી ભરાતા નાળું બંધ કરવાનો વારો આવ્યો હતો તો બીજી તરફ વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.
2/7
3/7
સાબરકાંઠામાં ભારે વરસાદના કારણે લોકોમાં ખુશી જોવા મળી હતી. હિંમતનગરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે જેના કારણે સમગ્ર શહેરમાં પાણી ભરાઈ ગયા છે. જ્યારે હિંમતનગર-ઈડર હાઈવ પર ઢીંચણ સમા પાણી ભરાઈ ગયા હતાં જેના કારણે વાહન ચાલકોને અવર-જવર કરવામાં મુશ્કેલી પડી રહી હતી. હિંમતનગરમાં છેલ્લા 24 કલાકમાં 5 ઈંચથી પણ વધુ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત ઈડરમાં પણ 4 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે.
4/7
અરવલ્લી જિલ્લામાં આભ ભાટ્યું છે જેના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. ભિલોડામાં 7 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે હાથમતી નદી બે કાંઠે વહેતી થઈ છે. આ ઉપરાંત ભારે વરસાદને કારણે મોડાસા-શામળાજી હાઈવે પર ઢીંચણ સામે પાણી ભરાઈ ગયા હતાં જેના કારણે હાઈવે પર વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી હતી.
5/7
અરવલ્લીના ભિલોડામાં આભ ભાટ્યું છે. ભિલોડામાં 7 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે હાથમતી નદી બે કાંઠે વહેતી થઈ છે. આ ઉપરાંત ઉપરવાસમાં ભારે વરસાદને લઈને મેશ્વો ડેમમાં પાણી આવક શરૂ થઈ હતી. જેના કારણે ડેમની સપાટીમાં વધારો થઈ રહ્યો છે.
6/7
અમદાવાદ: લાંબા વિરામ બાદ ઉત્તર ગુજરાતમાં વરસાદ મનમૂકીને વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણા જિલ્લામાં પાણી જ પાણી થઈ ગયું છે. ભારે વરસાદના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. અરવલ્લીના ભિલોડામાં 7 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત ઉપરવાસમાં ભારે વરસાદને કારણે હાથમતી નદી બે કાંઠે વહેતી થઈ છે. જ્યારે ગોધરામાં છેલ્લા 24 કલાકમાં 5 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે.