આ ઉપરાંત અમદાવાદમાં 11.4 ડિગ્રી, અમરેલીમાં 8.8 ડિગ્રી તાપમાન, મહુવામાં 10.1 ડિગ્રી તાપમાન, કંડલા 10.6 ડિગ્રી તાપમાન, વડોદરામાં 10.4 તાપમાન, ડીસા 11.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
2/3
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં વાદળ છાયું વાતાવરણ રહેવાની શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી હતી. આગામી 6થી 8 જાન્યુઆરીના રોજ રાજ્યમાં કોલ્ડ વેવ રહેવાની શક્યતા છે. નલિયા,ડીસા,ગાંધીનગર,વલસાડ,અમરેલી જિલ્લામાં ઠંડા પવન ફૂંકાવાની શક્યતા દર્શાવી છે. ગુજરાતના વિવિધ શહેરોની ઠંડી અંગે વાત કરીએ તો 8.6 ડિગ્રી તાપમાન સાથે નલિયામાં સૌથી વધારે ઠંડી નોંધાઇ છે.
3/3
અમદાવાદ: સમગ્ર રાજ્યમાં આગામી દિવસોમાં વધુ ઠંડી પડવાની હવામાન વિભાગની આગાહી છે. આગામી બે દિવસમાં કોલ્ડ વેવની પણ આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વધતી ઠંડીના પગલે લોકો કામ વગર ઘરમાંથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. રાજ્યના નલિયામાં 8.6 ડિગ્રી તાપમાન સાથે સૌથી વધુ ઠંડી નોંધાઇ છે. જ્યારે રાજ્યમાં સરેરાશ 10 ડિગ્રી તાપમાન રહ્યું છે.