શોધખોળ કરો
ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલ થશે સસ્તુ? PM મોદી કરી શકે છે જાહેરાત
1/4

જાન્યુઆરી, 2016માં આના કારણે પેટ્રોલ અને ડીઝલ અનુક્રમે રૂપિયા 1.90 અને રૂ. 1.82 પ્રતિ લિટર મોંઘુ થયું હતું. ત્યારે પેટ્રોલ રૂ. 62 અને ડીઝલ રૂ.50 પ્રતિ લિટરની આસપાસ હતા. આજે પેટ્રોલ રૂપિયા 70 થી 71 તથા ડીઝલ રૂપિયા 62 થી 63ની આસપાસ છે. હવે સરકાર ચૂંટણી અનુલક્ષીને વેટમાં 5 ટકાનો ઘટાડો કરેતો સરેરાશ રૂ. 5 થી 6 જેટલો ઘટાડો પ્રતિ લિટર થઇ શકે છે.
2/4

હાલમાં ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ ઉપર સેસ સાથે કુલ વેટ 28 ટકા જેટલો વસૂલવામાં આવે છે. 2014 પછી પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વૈશ્વિક કારણો થતાં ઘટાડાને પગલે રાજયની ભાજપ સરકારે વેરાની આવકને જાળવી રાખવા માટે બન્ને પેદાશો પરના વેટ અને સેસના દરમાં વધારો કર્યો હતો. જાન્યુઆરી 2016માં પેટ્રોલ પરનો વેટ 23 ટકા અને 2 ટકા સેસમાં અનુક્રમે 1 ટકા અને 2 ટકાનો વધારો કરી કુલ 28 ટકા વેરો નિયત કર્યો હતો. ડીઝલ પરનો વેટ 21 ટકા અને 3 ટકા સેસ હતી, તે અનુક્રમે ૩ ટકા અને 1 ટકા વધારીને 28 ટકા વેરો નિયત કર્યો હતો.
Published at : 07 Oct 2017 10:35 AM (IST)
View More























