શોધખોળ કરો

ઐતિહાસિક દિવસ: ઉત્તરાખંડ બાદ ગુજરાત વિધાનસભામાં 'UCC બિલ 2026' બહુમતીથી પસાર, કોંગ્રેસનું વોકઆઉટ

ગુજરાત સમાન નાગરિક સંહિતા (UCC) પસાર કરનારું દેશનું બીજું રાજ્ય બન્યું. બિલને પ્રવર સમિતિ (Select Committee) ને મોકલવાની માંગ ફગાવી દેવાતા કોંગ્રેસના 3 ધારાસભ્યોએ કર્યું વોકઆઉટ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગુજરાત સમાન નાગરિક સંહિતા ૨૦૨૬ બિલ વિધાનસભામાં પસાર થયું.
  • મુખ્યમંત્રીએ દીકરીઓ અને મહિલાઓના રક્ષણ માટે કાયદો જરૂરી ગણાવ્યો.
  • લગ્ન, છૂટાછેડા, વારસાગત નિયમો તમામ ધર્મો માટે સમાન થશે.
  • લિવ-ઈન રિલેશનશિપ નોંધણી અને આદિવાસી સમાજને બાકાત રખાયા.

ઉત્તરાખંડ બાદ હવે ગુજરાત સમાન નાગરિક સંહિતા (UCC - Uniform Civil Code) બિલ પસાર કરનારું દેશનું બીજું રાજ્ય બની ગયું છે. આજે ગુજરાત વિધાનસભામાં ઐતિહાસિક 'ગુજરાત સમાન નાગરિક સંહિતા 2026' વિધેયક બહુમતીથી પસાર કરવામાં આવ્યું છે. જોકે, વિપક્ષ કોંગ્રેસે આ બિલનો સખત વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસના નેતા શૈલેષ પરમારે બિલના પ્રથમ વાંચન બાદ તેને વધુ વિચારણા માટે પ્રવર સમિતિ (Select Committee) ને મોકલવાની માંગણી કરી હતી. પરંતુ, આ માંગણીનો અસ્વીકાર થતાં ગૃહમાં હાજર કોંગ્રેસના ત્રણેય ધારાસભ્યોએ વોકઆઉટ કર્યું હતું. બિલ પસાર થતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભામાં એક ભાવુક અને મક્કમ નિવેદન આપતા જણાવ્યું હતું કે આ કાયદો રાજ્યની દીકરીઓ અને મહિલાઓના રક્ષણ માટે અત્યંત જરૂરી છે અને આ દિવસ ગુજરાતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે.

"મારે કાયદાનો ડંડો ઉગામવો જ પડે": મુખ્યમંત્રીનું નિવેદન

UCC વિધેયક પરની ચર્ચાના અંતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અત્યંત ભાવનાત્મક રીતે ગૃહને સંબોધ્યું હતું. તેમણે કહ્યું, "મને બધા દાદા-દાદા કહીને બોલાવે છે. ત્યારે મારા રાજ્યની તમામ દીકરીઓ, બહેનો અને માતાઓની કાળજી રાખવી એ મારી નૈતિક ફરજ છે. તમામ દીકરીઓ અને માતાઓના રક્ષણ માટે મારે કાયદાનો ડંડો ઉગામવો જ પડે, અને મેં એ જ કર્યું છે." તેમણે સ્પષ્ટ કર્યું કે આ બિલ તુષ્ટિકરણની રાજનીતિ માટે નથી, પરંતુ સમાજમાં સમાનતા લાવવા માટે છે.

મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે ગુજરાત સમાન અધિકાર સંહિતાનો ઉદ્દેશ્ય કોઈના અધિકારો છીનવવાનો કે કોઈની ધાર્મિક સ્વતંત્રતા પર તરાપ મારવાનો જરાય નથી. આ કાયદો માત્ર કાનૂની ભેદભાવ દૂર કરવા માટે છે. તેમણે સ્પષ્ટતા કરી કે આ બિલ કોઈ પણ રીતે બંધારણની વિરુદ્ધ નથી, પરંતુ તે બંધારણનું પૂરક છે.

બિલની મુખ્ય જોગવાઈઓ: મહિલાઓને સમાન અધિકાર

આ નવા કાયદા હેઠળ લગ્ન, છૂટાછેડા, ભરણપોષણ અને વારસાગત મિલકતના નિયમો તમામ ધર્મો માટે એક સમાન રહેશે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, અત્યાર સુધી પર્સનલ લો (Personal Law) ના નામે મુસ્લિમ દીકરીઓને મિલકતના વારસામાં ભાઈ કરતા અડધો જ હિસ્સો મળતો હતો. પરંતુ હવે આ કાયદાના અમલથી ગુજરાતની પ્રત્યેક દીકરીને તેના પિતાની મિલકતમાં પુત્ર જેટલો જ પૂરેપૂરો 100% સમાન હક્ક મળશે. આ ઉપરાંત, 'નિકાહ હલાલા' જેવી પ્રથાઓ, જે સ્ત્રીના આત્મસન્માનને ઠેસ પહોંચાડે છે, તેનો પણ આ કાયદા દ્વારા કાયમી અંત આવશે.

લિવ-ઈન રિલેશનશિપ અને લગ્ન નોંધણીના કડક નિયમો

મુખ્યમંત્રીએ સ્પષ્ટતા કરી કે આ બિલ લિવ-ઈન રિલેશનશિપને પ્રોત્સાહિત કરતું નથી, પરંતુ બદલાતા સમયમાં 'શ્રદ્ધા વાલકર' જેવી ભયાનક ઘટનાઓથી દીકરીઓને બચાવવા માટે લિવ-ઈનનું રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ કાનૂની સુરક્ષા માટે છે. એવી જ રીતે, લગ્નની નોંધણી પણ ફરજિયાત કરવામાં આવી છે, જેથી ઓળખ છુપાવીને કે છેતરપિંડી કરીને લગ્ન કરનારાઓ પર લગામ કસી શકાય.

લઘુમતી અને આદિવાસી સમાજ માટે સ્પષ્ટતા

અમુક સમાજમાં પ્રવર્તતી ગેરમાન્યતાઓ દૂર કરતા મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે લઘુમતી સમાજમાં કઝિન સિસ્ટર (પિતરાઈ બહેન) સાથે લગ્ન કરવાની જે પરંપરા છે, તેને આ કાયદો રોકતો નથી. જો તેમના સમાજની પરંપરામાં તે સ્વીકાર્ય હોય, તો તે માન્ય ગણાશે.

આ ઉપરાંત, આદિવાસી સમાજની ઓળખ અને તેમની અનોખી સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે તેમને UCC ના દાયરામાંથી સંપૂર્ણપણે બાકાત રાખવામાં આવ્યા છે. તેમના રીત-રિવાજો અને રૂઢિગત કાયદાઓ પહેલાની જેમ જ અકબંધ રહેશે.

Frequently Asked Questions

ગુજરાત સમાન નાગરિક સંહિતા (UCC) બિલ શું છે?

આ બિલ લગ્ન, છૂટાછેડા, ભરણપોષણ અને વારસાગત મિલકતના નિયમો તમામ ધર્મો માટે એક સમાન બનાવે છે. તેનો ઉદ્દેશ્ય કાનૂની ભેદભાવ દૂર કરવાનો છે.

આ કાયદો મહિલાઓના અધિકારો પર કેવી અસર કરશે?

મહિલાઓને મિલકતના વારસામાં પુરુષો જેટલો જ સમાન હક્ક મળશે. 'નિકાહ હલાલા' જેવી પ્રથાઓનો પણ અંત આવશે.

શું લિવ-ઈન રિલેશનશિપને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે?

ના, આ કાયદો લિવ-ઈન રિલેશનશિપને પ્રોત્સાહન નથી આપતો. પરંતુ, ભયાનક ઘટનાઓથી દીકરીઓને બચાવવા માટે તેનું રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવાયું છે.

શું આ કાયદો લઘુમતી અને આદિવાસી સમાજ પર પણ લાગુ પડશે?

આ કાયદો આદિવાસી સમાજને સંપૂર્ણપણે બાકાત રાખે છે. લઘુમતી સમાજમાં કઝિન સિસ્ટર સાથેના લગ્નની પરંપરા જો તેમના સમાજમાં સ્વીકાર્ય હોય તો માન્ય રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
જો પતિ-પત્ની બંને સરકારી નોકરીમાં હોય, તો કોને મળશે HRA? સરકારે રાજ્યસભામાં દૂર કરી મૂંઝવણ
જો પતિ-પત્ની બંને સરકારી નોકરીમાં હોય, તો કોને મળશે HRA? સરકારે રાજ્યસભામાં દૂર કરી મૂંઝવણ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
Embed widget