શોધખોળ કરો

મહાયુદ્ધનો અંત નજીક? અમેરિકા અને ઈરાન વચ્ચે સમજૂતીના એંધાણ, શરતો સાથે વાતચીત માટે ઈરાન તૈયાર

ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના પાવર પ્લાન્ટ પર હુમલો 5 દિવસ માટે ટાળ્યો; 'અર્થપૂર્ણ વાટાઘાટો' નો કર્યો દાવો. જો યુદ્ધ સમાપ્ત થશે અને હોર્મુઝ સ્ટ્રેટ ખુલશે, તો દુનિયાભરમાં તેલના ભાવમાં આવશે મોટો ઘટાડો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ વાટાઘાટો શરૂ થઈ છે.
  • ઈરાન મધ્યસ્થીઓ દ્વારા યુદ્ધનો અંત લાવવા પ્રસ્તાવો સાંભળશે.
  • ઈરાન પરમાણુ હથિયારો નહીં બનાવે, પણ શાંતિપૂર્ણ ઉપયોગ ઈચ્છે છે.
  • ઈરાન પરના પ્રતિબંધો હટાવવાની શરત સાથે કરાર કરવા તૈયાર.

મધ્ય પૂર્વમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા ભીષણ યુદ્ધ અને તેના કારણે દુનિયાભરમાં સર્જાયેલી તેલની કટોકટી વચ્ચે એક મોટા અને રાહત આપનારા સમાચાર સામે આવ્યા છે. અમેરિકા અને ઈરાન વચ્ચે હવે પડદા પાછળ સમજૂતી અને શાંતિ વાટાઘાટો શરૂ થઈ હોવાના એંધાણ મળી રહ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે જો ઈરાન સાથે યુદ્ધ સમાપ્ત કરવાનો કરાર થઈ જશે, તો ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો ઘટાડો આવશે અને દુનિયાને રાહત મળશે. બીજી બાજુ, ઈરાને પણ પુષ્ટિ કરી છે કે અમેરિકાએ વાતચીત માટે તેમનો સંપર્ક કર્યો છે અને તેઓ અમેરિકાના શાંતિ પ્રસ્તાવો સાંભળવા માટે તૈયાર છે. જોકે ઈરાને સ્પષ્ટ કર્યું છે કે તે અમેરિકા સાથે સીધી વાતચીત નહીં કરે, પરંતુ મધ્યસ્થીઓ દ્વારા શરતોને આધીન કરાર કરવા રાજી છે.

વાતચીત માટે ઈરાન રાજી: મધ્યસ્થીઓ દ્વારા શરૂ થઈ પ્રક્રિયા

અમેરિકન ન્યૂઝ ચેનલ CNN ના રિપોર્ટ મુજબ, મંગળવારે (24 માર્ચ, 2026) એક ઈરાની સૂત્રએ માહિતી આપી હતી કે અમેરિકા અને તેહરાન (ઈરાન) વચ્ચે સંપર્ક સ્થાપિત થયો છે. ઈરાન હવે આ યુદ્ધનો કાયમી અંત લાવવા માટે પ્રસ્તાવો સાંભળવા તૈયાર થઈ ગયું છે. સૂત્રોએ જણાવ્યું કે, "છેલ્લા થોડા દિવસોમાં, વોશિંગ્ટનની પહેલથી અમેરિકા અને ઈરાન વચ્ચે સંપર્ક થયો છે. જોકે હજુ સુધી કોઈ વાટાઘાટો અંતિમ તબક્કામાં પહોંચી નથી. આ યુદ્ધનો અંત લાવવા માટે કોઈ કરાર થઈ શકે છે કે કેમ, તે નક્કી કરવા માટે અત્યારે અલગ-અલગ મધ્યસ્થીઓ મારફતે સંદેશાઓની આપ-લે ચાલી રહી છે."

પરમાણુ હથિયારો અને પ્રતિબંધો પર ઈરાનની મોટી શરત

વાતચીત માટે તૈયાર થયેલા ઈરાને પોતાની અમુક કડક શરતો પણ મૂકી છે. ઈરાન એ વાતની તમામ જરૂરી ગેરંટી આપવા માટે તૈયાર છે કે તે ક્યારેય પરમાણુ હથિયાર (Nuclear Weapons) બનાવશે નહીં, પરંતુ શરત એ છે કે તેને પરમાણુ ટેકનોલોજીનો માત્ર શાંતિપૂર્ણ ઉપયોગ કરવાનો અધિકાર મળવો જોઈએ. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોઈપણ શાંતિ પ્રસ્તાવમાં ઈરાન પર લાદવામાં આવેલા તમામ આર્થિક અને અન્ય પ્રતિબંધો હટાવવાની વાત પણ સામેલ હોવી જોઈએ. ઈરાન અત્યારે અમેરિકા સાથે કોઈ સીધી બેઠક કે સામસામે વાતચીત ઈચ્છતું નથી, પરંતુ જો તેમના રાષ્ટ્રીય હિતો જળવાઈ રહેતા હોય તો તે કોઈપણ કરાર સ્વીકારવા માટે તૈયાર છે.

ટ્રમ્પની ચેતવણી અને હુમલા પર 5 દિવસની બ્રેક

નોંધનીય છે કે, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે (21 માર્ચ, 2026) એવી આકરી ચેતવણી આપી હતી કે જો ઈરાન 48 કલાકની અંદર 'હોર્મુઝ સ્ટ્રેટ' (દરિયાઈ માર્ગ) ફરીથી નહીં ખોલે, તો અમેરિકા ઈરાનના પાવર પ્લાન્ટ્સ ઉડાવી દેશે. જોકે, અચાનક 23 માર્ચના રોજ ટ્રમ્પે પોતાના વલણમાં નરમાઈ દાખવી અને આ સંભવિત હુમલાઓ પર 5 દિવસની બ્રેક લગાવી દીધી. હુમલો ટાળવાની સાથે જ ટ્રમ્પે દાવો કર્યો હતો કે અમેરિકા અને ઈરાન વચ્ચે 'અર્થપૂર્ણ વાટાઘાટો' થઈ છે, જેના કારણે હવે શાંતિની આશા બંધાઈ છે.

Frequently Asked Questions

શું અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ વાટાઘાટો શરૂ થઈ છે?

હા, અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ વાટાઘાટો શરૂ થઈ હોવાના સંકેત મળી રહ્યા છે. બંને દેશો મધ્યસ્થીઓ મારફતે સંદેશાઓની આપ-લે કરી રહ્યા છે.

ઈરાન પરમાણુ હથિયારો અંગે શું શરત મૂકી છે?

ઈરાન પરમાણુ હથિયારો નહીં બનાવવાની ગેરંટી આપવા તૈયાર છે, પરંતુ શરત એ છે કે તેને પરમાણુ ટેકનોલોજીનો શાંતિપૂર્ણ ઉપયોગ કરવાનો અધિકાર મળવો જોઈએ.

શું ઈરાન પરના પ્રતિબંધો હટાવવામાં આવશે?

ઈરાનની શરતોમાં એક મુખ્ય માંગ એ છે કે તેના પર લાદવામાં આવેલા તમામ આર્થિક અને અન્ય પ્રતિબંધો હટાવવામાં આવે.

શું અમેરિકા અને ઈરાન વચ્ચે સીધી વાતચીત થશે?

ઈરાન હાલમાં અમેરિકા સાથે સીધી વાતચીત કરવા નથી માંગતું. તેઓ મધ્યસ્થીઓ દ્વારા શરતોને આધીન કરાર કરવા તૈયાર છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
US Visa New Rules: અમેરિકાના નવા વિઝા નિયમથી ચિંતા વધી: જાણો ભારતીયો પર શું થશે અસર?
US Visa New Rules: અમેરિકાના નવા વિઝા નિયમથી ચિંતા વધી: જાણો ભારતીયો પર શું થશે અસર?
ઇન્ડોનેશિયામાં મદુરા ટાપુ પાસે જહાજમાં લાગી આગ, 5 ના મોત, 41 લાપતા
ઇન્ડોનેશિયામાં મદુરા ટાપુ પાસે જહાજમાં લાગી આગ, 5 ના મોત, 41 લાપતા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Embed widget